Election/ ચૂંટણી પ્રચાર માટે ભાજપના પાંચ રાજ્યોના કાર્યકરોના ગુજરાતમાં ધામા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર રાજ્કીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. જેના અંતર્ગત ભાજપે પણ સક્રીય તૈયારી કરવા માંડી છે

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર રાજ્કીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. જેના અંતર્ગત ભાજપે પણ સક્રીય તૈયારી કરવા માંડી છે.ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર અર્થે ભાજપે પાંચ રાજ્યોમાંથી કાર્યકરોને બોલાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના જુદા જુદા પાંચ રાજ્યોના કાર્યકરો ચૂંટણી રણનીતિ બનાવવા અને ભાજપનો પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ કાર્યકરોને ઝોન મુજબ પ્રચારની જવાબદારી સોંપવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન તથા બિહાર સહિત પાંચ રાજ્યોના કાર્યકરો ગુજરાત પહોંચી ગયા છે. આ કાર્યકરોને ઝોન મુજબ કામગીરી સોંપવામાં આવશે. જેમાં રાજસ્થાનના કાર્યકરોને ઉત્તર ઝોનની જવાબદારી સોંપાઈ છે, જ્યારે બિહારના કાર્યકરોને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપાઈ છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ, AAP તથા કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગયા છે. ભાજપ દ્વારા તમામ જિલ્લાઓમાં ‘વન-ડે, વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે AAP દ્વારા ઘરે ઘરે પ્રચાર શરૂ દેવાયો છે.