તમારા માટે/ મધ્યપ્રદેશની મહિલા ‘કુલી’ના લગ્ન બન્યા ચર્ચાસ્પદ, રેલ્વે સ્ટેશનમાં થયા લગ્ન, ઘારાસભ્યએ આપી હાજરી

મધ્યપ્રદેશની મહિલા ‘કુલી’ના લગ્ન આજે ચર્ચા સ્પદ બન્યા છે. મહિલા કુલી’ના લગ્ન રેલ્વે સ્ટેશન પર કરવામાં આવ્યા. આ લગ્નની હલ્દી જેવી પારંપરિક વિધિ પણ રેલ્વે સ્ટેશન પર જ કરવામાં આવી હતી.

Trending India
YouTube Thumbnail 2024 03 01T135134.162 મધ્યપ્રદેશની મહિલા ‘કુલી’ના લગ્ન બન્યા ચર્ચાસ્પદ, રેલ્વે સ્ટેશનમાં થયા લગ્ન, ઘારાસભ્યએ આપી હાજરી

મધ્યપ્રદેશની મહિલા ‘કુલી’ના લગ્ન આજે ચર્ચા સ્પદ બન્યા છે. મહિલા ‘કુલી’ના લગ્ન રેલ્વે સ્ટેશન પર કરવામાં આવ્યા. આ લગ્નની હલ્દી જેવી પારંપરિક વિધિ પણ રેલ્વે સ્ટેશન પર જ કરવામાં આવી હતી. રેલ્વે સ્ટેશન પર કરવામાં આવેલ મહિલા કુલી’ના લગ્ન વધુ ખાસ હતા કેમકે તેમાં સાંસદે પણ હાજરી આપી હતી. આવો જાણીએ કોણ છે આ મહિલા ‘કુલી’  કે જે સામાન્ય નાગરિક હોવા છતાં આજે તેના લગ્ન પણ અનંત અંબાણી અને રાધિકા મરચર્ન્ટના લગ્નની જેમ સમાચારોમાં ચમકી રહ્યા છે.

સંઘર્ષનો કર્યો સામનો

આપણામાંથી મોટાભાગના લોકોએ ‘કુલી’ તરીકે કામ કરતા પુરુષોને જ જોયા હશે, પરંતુ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં એક મહિલા પણ ‘કુલી’તરીકેનું કામ કરી રહી છે. મધ્યપ્રદેશના એક રેલ્વે સ્ટેશન પર તમે એક મહિલાને ભારે સામાન ઉપાડતી જોશો. આ મહિલાનું નામ દુર્ગા છે.  મહિલાએ પોતાના નામને ખરેખર સાર્થક કર્યું છે.  મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાની દુર્ગા નામની મહિલા અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ છે જેઓ નાની-નાની મુશ્કેલીઓનો સામનો કરીને ડરી જાય છે અને હાર માની લે છે. દુર્ગાએ બહાદુરીપૂર્વક સંજોગોનો સામનો કર્યો અને પોતાના જીવન માટે એક અલગ માર્ગ પસંદ કર્યો. દુર્ગાએ પુત્રી હોવા ઉપરાંત તેના માતા-પિતા માટે પુત્રની ભૂમિકા પણ ભજવી હતી. સ્ટેશન પર મુસાફરોનો સામાન ઉપાડીને, દુર્ગાએ માત્ર તેના પરિવારને ભોજન જ નથી આપ્યું પરંતુ જીવનને એક અલગ દિશા પણ આપી. તે સ્ત્રી શક્તિનું મજબૂત ઉદાહરણ છે.

રૃઢીગત પરંપરા અને માન્યતાઓ તોડી

દુર્ગાએ ‘કુલી’ બનીને રુઢીગત માન્યતાઓને તોડવાનું કામ કર્યું છે. સામાન્ય રીતે માનવામાં આવે છે પુરુષો જ કુલીનું કામ કરે છે. પરંતુ દુર્ગાએ ‘કુલી’ બની માન્યતાઓને તોડતા સાબિત કર્યું કે મહિલાઓ શ્રમકામ પણ કરી શકે છે. દરરોજ તેઓ સેંકડો મુસાફરોને તેમની મુસાફરી સફળ બનાવવામાં મદદ કરે છે. પારિવારિક સમસ્યાઓના કારણે આજીવિકાની સમસ્યા હતી. દુર્ગાએ ભાગ્યને આધીન ના રહેતા પરિશ્રમ એ જ પુરુષાર્થને મંત્ર બનાવતા કુલી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આજે તે આ કામથી તેના પ્રિયજનોની સંભાળ રાખવામાં સક્ષમ છે. પરિવાર માટે ભોજન પૂરું પાડવા માટે તે દરરોજ સખત મહેનત કરે છે.

શું કહે છે દુર્ગા

દુર્ગા કહે છે કે પિતાની હાલત ખરાબ હતી. તે ચાલી પણ શકતા ન હતા. મારે કોઈ ભાઈ નહોતો. આ કારણથી મેં વિચાર્યું કે મારે પુત્ર તરીકે કામ કરવું જોઈએ. આ પછી મેં કામ કરવાનું શરૂ કર્યું.  આ નિર્ણય કર્યા બાદ વર્ષ 2011માં ‘કુલી’ બની હતી. તે પછી, મેં રેલ્વે સ્ટેશન પર સામાન વહન કરવા માટે ‘કુલી’ તરીકે કાયમી ધોરણે કામ કરવાનું શરૂ કર્યું. લગ્ન વિશે દુર્ગાએ કહ્યું કે તેણે ક્યારેય આ વિશે વિચાર્યું ન હતું. મેં બહેનના લગ્ન કરાવ્યા. મારી મોટી બહેનની દીકરીની જવાબદારી મારા પર હતી, જે હું ભવિષ્યમાં પણ નિભાવીશ.

મિત્રએ શોધ્યો હમસફર

બેતુલની એકમાત્ર મહિલા કુલી દુર્ગાની ભાવના જોઈને રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો તેમના વખાણ કરે છે. દુર્ગાની મિત્રતા સ્ટેશન પર RPF મહિલા કોન્સ્ટેબલ ફરાહ ખાન સાથે થઈ હતી. ફરાહે દુર્ગાને લગ્નની વાત કરી, પરંતુ પરિવારની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને દુર્ગાએ ના પાડી. આ પછી પણ ફરાહે લગ્ન માટે દબાણ કર્યું અને તેના માટે સંબંધ શોધી કાઢ્યો.

વર સુરેશ ભુમરકર કહે છે કે જ્યારે મેં દુર્ગા સાથે વાત કરી ત્યારે મને તેનું વર્તન ગમ્યું. જ્યારે લગ્નની વાત આવી ત્યારે અમે સંમત થયા. હવે આગળનું જીવન સુખદ રહેશે. દુર્ગા બહેનની દીકરીની જવાબદારી પણ પૂરી થશે.

રેલ્વે સ્ટેશનમાં યોજાયા લગ્ન

આરપીએફમાં તૈનાત એએસઆઈ દીપક દેશમુખે આથનેરના જામથી ગામમાં રહેતા તેના ખેડૂત મિત્ર સુરેશ ભુમરકર સાથે દુર્ગાના લગ્નની વાત શરૂ કરી અને લગ્ન નક્કી થઈ ગયા. લગ્નના સંદર્ભમાં, બુધવારે રાત્રે રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં હલ્દી અને મહેંદી વિધિ કરવામાં આવી હતી, જેમાં સાંસદ દુર્ગાદાસ ઉઇકેએ ભાગ લીધો હતો અને દુર્ગાને આશીર્વાદ આપ્યા હતા.

ગુરુવાર, 29 ફેબ્રુઆરીના રોજ, દુર્ગા અને સુરેશના લગ્ન રેલ્વે સ્ટેશન પરિસરમાં સ્થિત વેલફેર સેન્ટરમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરના ફોટાની સામે દુર્ગા અને સુરેશના લગ્ન થયા. આ અવસરે ધારાસભ્ય હેમંત ખંડેલવાલ અને બીજેપી જિલ્લા અધ્યક્ષ આદિત્ય શુક્લા પણ મહેમાન બન્યા અને વર-કન્યાને આશીર્વાદ આપ્યા. લગ્નની વ્યવસ્થા સંભાળનાર આરપીએફ સ્ટાફ દુર્ગાના લગ્નને લઈને ખૂબ જ ખુશ દેખાતો હતો.

ઘારાસભ્યએ આપી હાજરી

ધારાસભ્ય હેમંત ખંડેલવાલે કહ્યું કે પરિવારમાં સમસ્યાઓનો સામનો કર્યા બાદ દુર્ગાએ એવું કામ કરવાનું શરૂ કર્યું જે ભાગ્યે જ કોઈ મહિલા કરી હશે. આખું શહેર દુર્ગાની હિંમતની પ્રશંસા કરે છે. દુર્ગાના લગ્ન સુરેશ ભુમરકર સાથે થયા છે. સુરેશ અમારી પાર્ટીનો કાર્યકર છે. આ લગ્નથી અમને બધાને ખુશી મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: hall ticket/10 અને 12મા ધોરણની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર અપલોડ

આ પણ વાંચો: New Medical College/2027 સુધીમાં રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ