Not Set/ ઇરાની ટ્રોફી પર રેસ્ટ ઓફ ઇન્ડિયાનો કબ્જો, બેવડી સદી ફટકારનાર સાહા મેન ઓફ ધી મેચ

મુંબઇઃ ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં વિકેટકિપરની જગ્યા માટે પાર્થિવ પટેલ દ્વારા મળી રહેલી ચૂનોતી વચ્ચે વિકેટ કિપર બેસ્ટમેન ઋદ્ધિમાન સાહાએ બેવડી સદી ફટકારીને પોતાન સ્થિતિ મજબૂત કરી લીધી છે.  સાહાના અણનમ 203 રન અને ચેતેશ્વર પુજારાના અણનમ સદીની મદદથી રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમે રણજી ટ્રોફી ચેમ્પિયન ગુજરાતને આજે 6 વિકેટે પરાજય આપી ઇરાની ટ્રોફી પોતાના […]

Gujarat Sports
56746017 1 ઇરાની ટ્રોફી પર રેસ્ટ ઓફ ઇન્ડિયાનો કબ્જો, બેવડી સદી ફટકારનાર સાહા મેન ઓફ ધી મેચ

મુંબઇઃ ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં વિકેટકિપરની જગ્યા માટે પાર્થિવ પટેલ દ્વારા મળી રહેલી ચૂનોતી વચ્ચે વિકેટ કિપર બેસ્ટમેન ઋદ્ધિમાન સાહાએ બેવડી સદી ફટકારીને પોતાન સ્થિતિ મજબૂત કરી લીધી છે.  સાહાના અણનમ 203 રન અને ચેતેશ્વર પુજારાના અણનમ સદીની મદદથી રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમે રણજી ટ્રોફી ચેમ્પિયન ગુજરાતને આજે 6 વિકેટે પરાજય આપી ઇરાની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. જીત માટે ટીમને 379 રનનું લક્ષ્ય રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમે ચાર વિકેટ ગુમાવીને આ જીત મેળવી હતી.આ જીતથી સાહાની સારા દેખાવનું યોગદાન રહ્યું હતું. સાહાએ બેવડી સદી ફટકારીને  પસંદગીકારોની સામે પોતાની ફર્સ્ટ ચોઇસ ટેસ્ટ વિકેટકિપર તરીકેનો દાવો મજબૂત રીતે રજૂ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સાહાના ઇજાગ્રસ્ત થયા બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં પાર્થિવ પટેલે શાનદાર બેટિંગ કરી હતી. પાર્થિવના આ પ્રદર્શન બાદ ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે, સાહા અને પાર્થિવ પટેલમાંથી કોને ટેસ્ટ મેચમાં પસંદગી કરવામાં આવે. સાહાને પોતાની સુદર રમત બદલ મેન ઓફ ધી મેચ જાહેર કવરામાં આવ્યો હતો.