વૃક્ષ વાવો અભિયાન/ વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ : સુરત મનપા દ્વારા કરાયું વૃક્ષ વાવો અભિયાન

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા વૃક્ષ વાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સુરતના મેયર તેમજ ગાર્ડન સમિતિના ચેરમેન દ્વારા વૃક્ષારોપણ કરીને આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

Gujarat Surat Trending

@અમિત રૂપાપરા 

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા વૃક્ષ વાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સુરતના મેયર તેમજ ગાર્ડન સમિતિના ચેરમેન દ્વારા વૃક્ષારોપણ કરીને આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં લોકોને વિનામૂલ્યે રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

વર્તમાન સમયમાં પર્યાવરણમાં જે પ્રકારે બદલાવ આવી રહ્યો છે. કમોસમી વરસાદ તો ક્યાક ગરમીનું વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. ત્યારે પર્યાવરણના જતન માટે વૃક્ષો ઉગાડવા ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જ મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા 75 લાખ વૃક્ષ વાવવાનો એક સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પને લઈને રાજ્યમાં તમામ શહેરો તેમજ ગામડાઓમાં વૃક્ષ વાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે 1 જુનથી 5 જૂન સુધી સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોન વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે. જેની શરૂઆત સુરતના મેયર હેમાલી બોઘાવાલા અને ગાર્ડન સમિતિના ચેરમેન રેશમા લાપસીવાલા દ્વારા કરાવવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાના જાહેર બાગ બગીચા ખાતા દ્વારા સુરતના પાલ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટ ખાતે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા ગાર્ડન સમિતિ ચેરમેન રેશમા લાપસીવાલા સહિત સ્થાનિક કોર્પોરેટરો એ કોમન પ્લોટમાં વૃક્ષો વાવ્યા હતા. આ ઉપરાંત લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે, વર્તમાન સમયમાં પર્યાવરણમાં જે બદલાવવા આવી રહ્યા છે તેને ગંભીરતાથી લઈને જો એક વ્યક્તિ એક વૃક્ષ પણ વાવે તો પર્યાવરણનું જતન કરી શકાય છે.

આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના જાહેર બાગ બગીચા વિભાગ દ્વારા લોકોને ફ્રીમાં રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેથી લોકો પણ પોતાના ઘરે આ વૃક્ષો વાવી શકે. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ એક અભિયાન હાથ ધરવામાં આવશે કે જેમાં લોકો સુરત મહાનગરપાલિકાના બાગ બગીચા વિભાગમાં વૃક્ષો વાવવા માટેની અરજી આપશે તો સુરત મહાનગરપાલિકાના બાગ બગીચા વિભાગની ટીમ દ્વારા જે તે જગ્યા પર જઈને વૃક્ષો રોપવાનું કામ કરવામાં આવશે.

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:દુકાને જઈ રહેલ વૃદ્ધા પર દીપડાનો હુમલો, ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો:અમરેલીના દામનગર નજીક રખડતા શ્વાનના ટોળાએ 3 વર્ષના બાળકને ફાડી ખાધો