રાજયમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. રોજ મોટી સંખ્યામાં કોરોનાનાં કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં સુરતની વાત કરીએ તો આ શહેર કોરોનાથી સંક્રમિતોની સંખ્યામાં રાજ્યમાં અમદાવાદ બાદ બીજા નંબર પર છે. જ્યા બુધવારનાં આરોગ્ય વિભાગનાં આંકડા મુજબ 1,193 કેસ નોંધાઇ ચુક્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અહી 37 નવા કેસ સામે આવ્યા છે. જ્યા એક દર્દીનું કોરોનાથી મોત પણ નીપજ્યુ છે.
સુરત શહેરમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા રાજ્યમાં બીજા નંબર પર સૌથી વધારે છે. સુરત પહેલા અમદાવાદ શહેર છે જ્યા સૌથી વધુ 9,216 કેસ નોંધાયા છે. ત્યારે સુરતની વાત કરીએ તો અહી બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,193 પર પહોંચી ગઇ છે. સુરતમાં કુલ 56 લોકોનું કોરોનાનાં કારણે મોત થયા છે. કુલ 354 એક્ટિવ કેસ છે અને 783 લોકો ઠીક થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
