Not Set/ વિજાપુરમાં ફટાકડાની લાલચ આપી આધેડે માસૂમ બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ

ગુજરાતમાં સતત દુષ્કર્મની ઘટના વધી રહી છે. આવામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહેસાણાના વિજાપુરમાં એક આધેડે માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat Others

ગુજરાતમાં સતત દુષ્કર્મની ઘટના વધી રહી છે. આવામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહેસાણાના વિજાપુરમાં એક આધેડે માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. જણાવીએ કે, બાળકીને ફોસલાવી ફટાકડા આપવાનું કહી ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી તરફ પોલીસમાં ફરિયાદ નોંધાવતા નરાધમ ઘર છોડીને ભાગી ગયો છે.

મળતી માહિતી અનુસાર, મહેસાણાના વિજાપુરમા રહેતી સાડા પાંચ વર્ષની બાળકી ધનતેરસને દિવસે ઘરે રડતી આવેલી જોઇ તેની બાએ રડવાનુ કારણ પુછતા જ તમામ ચોંકી ગયા હતા.

બાળકીએ કહ્યા મુજબ તેમના ઘરની સામે રહેતા વિક્રમકાકા તેને ફટાકડા અપાવવાનુ કહીને ઘરેથી એકટીવા પર ખેતરે લઇ ગયા હતા અને અહી મારી સાથે ગંદુ કામ કર્યુ હોવાનુ કહેતા જ તેની માતા તેને લઇને સ્થાનીક દવાખાનામા લઇ ગયેલ. જ્યા તબીબે તેને દવા આપી આ પોલીસ કેસ હોવાનુ કહીને ઘરે મોકલી દીધા. જ્યાં દુષ્કર્મી ફરાર થઈ જતાં વિજાપુર પોલીસે પોક્સો સહિતનો ગુનો નોંધ્યો છે.