Cricket/ PSL ની મેચમાં ખતરનાક હેલ્મેટ પહેરીને મેદાનમાં ઉતર્યો શાહિદ આફ્રિદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી લાંબા સમય પછી મેદાનમાં દેખાયા હતા. પાકિસ્તાન સુપર લીગમાં તે મુલ્તાન સુલ્તાન માટે પ્લે ઓફ મેચ રમવા મેદાનમાં ઉતર્યો હતો. શાહિદ આફ્રિદી 7 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 12 બોલમાં 12 રન બનાવ્યા હતા. કોરોનાકાળ વચ્ચે મેદાનમાં પરત ફરી રહી છે ક્રિકેટ, આ મોટી ટૂર્નામેન્ટ […]

Sports

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી લાંબા સમય પછી મેદાનમાં દેખાયા હતા. પાકિસ્તાન સુપર લીગમાં તે મુલ્તાન સુલ્તાન માટે પ્લે ઓફ મેચ રમવા મેદાનમાં ઉતર્યો હતો. શાહિદ આફ્રિદી 7 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 12 બોલમાં 12 રન બનાવ્યા હતા.

કોરોનાકાળ વચ્ચે મેદાનમાં પરત ફરી રહી છે ક્રિકેટ, આ મોટી ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને થશે શરૂ

જો કે, આ મેચમાં શાહિદ આફ્રિદીની બેટિંગ કરતા તેના હેલ્મેટની વધારે ચર્ચા થઈ હતી. શાહિદ આફ્રિદીએ તેના નવા હેલ્મેટમાંથી એક પ્રોટેક્ટિવ ગ્રીલ કાઠી નાખી છે, જેથી તે બોલને સારી રીતે જોઈ શકે છે, જો કે આ હેલ્મેટ લગાવવાનો કોઇ ફાયદો રહેતો નથી. વર્ષોથી ક્રિકેટ બોર્ડ સુનિશ્ચિત કરી રહ્યુ છે કે કોઈ પણ ખેલાડીને બોલ લાગવાથી ઈજા પહોંચે નહીં. પહેલા બધા બેટ્સમેન હેલ્મેટ વિના ઝડપી બોલરો સામે રમતા હતા. આ પછી, હેલ્મેટ ક્રિકેટમાં આવ્યું અને બેટ્સમેનોએ તેનો ઉપયોગ શરૂ કર્યો.

https://twitter.com/Saj_PakPassion/status/1327670900754440192?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1327670900754440192%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fhindi.mykhel.com%2Fcricket%2Fshahid-afridi-comes-in-light-after-he-played-psl-with-dangerous-helmet-047727.html

જણાવી દઈએ કે, 40 વર્ષીય શાહિદ આફ્રિદી તાજેતરમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ અગાઉ આફ્રિદીએ છેલ્લે માર્ચમાં લીગ સ્ટેજ પર મેચ રમ્યો હતો. પરંતુ 14 નવેમ્બરનાં રોજ તે નેશનલ સ્ટેડિયમ ખાતે ઇમાદ વસીમની કરાચી કિંગ્સ સામે રમતો જોવા મળ્યો હતો. શાહિદ આફ્રિદી 7 માં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે અરશદ ઇકબાલ દ્વારા 12 રને આઉટ થયો હતો. જો કે આફ્રિદી બેટ સાથે કંઇ ખાસ કરી શક્યો ન હતો. જો કે તે પોતાની બેટિંગ કરતા વધુ તેના હેલ્મેટનાં કારણે ચર્ચામાં આવ્યો હતો.