Not Set/ શિવસેના/ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે એકનાથ શિંદે, આદિત્ય ઠાકરેએ સૂચવ્યું નામ

મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી પરિણામો પછીથી રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ-શિવસેના વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. દરમિયાન, મુંબઇના દાદરમાં શિવસેના ભવન ખાતે યોજાયેલી ધારાસભ્યોની બેઠકમાં એકનાથ શિંદેણ શિવસેનાના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે વરની કરવામાં આવી છે. અહેવાલો હતા કે, આદિત્ય ઠાકરેને આ પદ મળી શકે છે. પરંતુ આમ બન્યું નહીં. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય […]

Top Stories India

મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી પરિણામો પછીથી રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ-શિવસેના વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. દરમિયાન, મુંબઇના દાદરમાં શિવસેના ભવન ખાતે યોજાયેલી ધારાસભ્યોની બેઠકમાં એકનાથ શિંદેણ શિવસેનાના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે વરની કરવામાં આવી છે.

અહેવાલો હતા કે, આદિત્ય ઠાકરેને આ પદ મળી શકે છે. પરંતુ આમ બન્યું નહીં. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેના નામની દરખાસ્ત કરી હતી. રાજ્યમાં સરકાર રચવામાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે શિવસેના સીએમ પદને લઈને મક્કમ છે. તે 50-50 ફોર્મ્યુલા ને લઈને પોતાના નિર્ણય પર મક્કમ છે.

આ બેઠક બાદ શિવસેનાના નેતાઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા રવાના થયા છે. શિવસેના વતી કહેવામાં આવ્યું છે કે તેઓ દુષ્કાળના મુદ્દે રાજ્યપાલને મળશે.

આ પણ વાંચો:મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ/ 5000 વર્ષ પછી પણ આજે કુરુક્ષેત્રની ભૂમિ પર સત્તા માટે સંઘર્ષ ચાલુ

બીજી તરફ, શિવસેના તરફથી મુખ્યમંત્રી પદની અક્કડતા હજી પણ અકબંધ છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે અમે અમારી માંગથી પીછેહઠ કરી નથી, પરંતુ અમારા મિત્ર એવા ભાજપ તેમના વચનથી પીછેહઠ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ અને શિવસેનાએ મહારાષ્ટ્રમાં સંયુક્ત રીતે વિધાનસભાની ચૂંટણી લડી હતી તો  કોંગ્રેસે એનસીપી સાથે ચૂંટણી લડી હતી. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 105, શિવસેનાએ 56, શરદ પવારની એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.