Sabarkantha News/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર: પોન્ઝી સ્કીમના બે સંચાલકોની કરાઇ ધરપકડ

હિંમતનગર શહેરમાં ચાલતી ધ બીગબુલ ફેમેલી નામની પોન્ઝી સ્કીમના સંચાલકો સામે નોંધાયેલ ફરિયાદમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરાઇ.

Top Stories Gujarat Others Breaking News

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો જાણે કે રાફડો ફાટ્યો હોય એમ એક બાદ એક પોન્ઝી સ્કીમો સામે ફરિયાદ નોંધાઈ રહી છે. ત્યારે તાજેતરમાં જ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધ બીગબુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધાય હતી.
જેના આધારે પોલીસે દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા અલગ અલગ 36 જેટલા રોકાણકારોના નિવેદનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કરતા ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો કરી રોકાણકારો પાસે મસ મોટું રોકાણ કરાવ્યું હતું, અને બાદમાં સંચાલકો દ્વારા રોકાણકારોને મૂડી અથવા વળતર ન ચૂકવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા છ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પૈકીના બે આરોપીની પોલીસે દ્વારા ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

હિંમતનગર ખાતે ચાલતી ધ બિગબુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ સામે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીપીઆઇડી એકટ ની કલમ સાથે છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી। અલગ અલગ 36 જેટલા રોકાણકારોએ નિવેદનો આપી ફરિયાદ નોંધાવી હતી. અલગ અલગ 36 જેટલા રોકાણકારોની 1 કરોડ 44 લાખ રૂપિયા જેટલું રોકાણ હોવાનું સામે આવ્યું હતું જો કે હજુ પણ અનેક રોકાણકારો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

પકડાયેલા આરોપીઓ

1.શીતલ જગદીશગીરી ગોસ્વામી.

2.વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ

પકડવાના બાકી આરોપીઓ

1. જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, રહે. જામળા, તા. હિંમતનગર
2. મનીષ ગોવિંદભાઈ પટેલ, રહે વિજાપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા
3. મનહરસિંહ બાદરસિંહ ઝાલા, રહે કાનડા, તા. હિંમતનગર
4. ભીખુસિંહ ગુલાબસિંહ રાઠોડ, રહે ગાયત્રી મંદિર રોડ, હિંમતનગર

થોડા સમય પહેલા હિંમતનગરમાં રોકાણકારો મોટી સંખ્યામાં એકઠા થઈને સાબરકાંઠા એસપી કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં રજૂઆત કરી હતી કે છ માસથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ધ બીગબુલ પોન્ઝી સ્કીમના સંચાલકો સામે કાર્યવાહી થતી નથી. જેને લઈ હવે રોકાણકારોએ પોતાના પંદરેક કરોડ રુપિયાથી વધારે રકમ ફસાઈ હોવાને લઈ રજૂઆત કરી હતી. સાબરકાંઠા અને અરવલ્લીના મોટી સંખ્યામાં રોકાણકારો એસપી કચેરી પહોંચવાને લઈ હવે સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. હિંમતનગરના ટાવર રોડ પર આવેલા અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા.

જ્યાં સંચાલક જગદીશ ગોસ્વામી સહિતની ટોળકી દ્વારા રોકાણ કરાવી પંદરથી વીસ ટકા માસિક વળતર આપવાની લાલચ આપી હતી. આમ મોટી લાલચે આપીને કરોડોના રોકાણ મેળવી હવે સંચાલકો ફોન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. જેને લઈ છ માસથી રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થવાની રજૂઆત કરી હતી.

અગાઉ CID એ ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર  સકંજો કસ્યો હતો. જેમાં અરવલ્લી BZ GROUP પર CIDના દરોડા પડતા ખળભળાટ મચી ગયો હતો. BZ GROUPના એજન્ટો પર CID ના દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બેફામ પોંઝી સ્કીમનો ધંધો ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.આ પોન્ઝી સ્કિમમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હોવાની ચર્ચા ચાલી હતી. CID દ્વારા મેઘરજ, મોડાસા અને હંમતનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં અનેક લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

બીઝેડ બાદ એઆર ગ્રુપ સહિત અત્યાર સુધીમાં મંતવ્ય ન્યઝે પાંચ જેટલી પોન્ઝી સ્કીમો સહિત ધ બીગબુલ નામની પોન્ઝી સ્કીમ જેવી સ્કીમો સામે અહેવાલ પ્રસારિત કર્યા હતા.અને સાબરકાંઠા SP પાર્થિવ રાજસિંહ ગોહિલને રજૂઆત કરાઈ હતી.

@દિપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર : પોન્ઝી સ્કીમ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ

આ પણ વાંચો:સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી

આ પણ વાંચો:હિંમતનગરમાં બીગબુલ પોન્ઝી સ્કીમમાં 1.44 કરોડની છેતરપિંડી, 6 આરોપીઓ સામે ગુનો