Sabarkantha News/ મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર : ધ બીગબુલ નામની પોન્ઝી સ્કીમ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ

હવે વધુ એક પોન્ઝી સ્કીમ સામે રોકાણકારોમાં રોષ સામે આવ્યો છે

Gujarat Others

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે. એક બાદ એક પોન્ઝી સ્કીમો સામે કાર્યવાહીની માંગ સાથે રજૂઆતો થઈ રહી છે. બીઝેડ બાદ એઆર ગ્રુપ સહિત અત્યાર સુધીમાં પાંચ જેટલી પોન્ઝી સ્કીમો સાણસામાં આવ્યા બાદ હવે હિંમતનગરની ધ બીગબુલ નામની પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધવા સાબરકાંઠા એસપીને વધુ એકવાર રજૂઆત કરાઈ છે.

હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમ સામે કાર્યવાહી કરવાની માંગ થઈ છે. આ રોકાણકારો મોટી સંખ્યામાં એકઠા થઈને સાબરકાંઠા એસપી કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં રજૂઆત કરી હતી કે છ માસથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ધ બીગબુલ પોન્ઝી સ્કીમના સંચાલકો સામે કાર્યવાહી થતી નથી. જેને લઈ હવે રોકાણકારોએ પોતાના પંદરેક કરોડ રુપિયાથી વધારે રકમ ફસાઈ હોવાને લઈ રજૂઆત કરી હતી. આ અગાઉ એક માસ પહેલા એઆર ગ્રુપ સામે ફરિયાદ દાખલ થયા બાદ તપાસમાં ખાસ કંઈજ હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ શકી નથી ત્યાં હવે વધુ એક પોન્ઝી સ્કીમ સામે રોકાણકારોમાં રોષ સામે આવ્યો છે.

સાબરકાંઠા અને અરવલ્લીના મોટી સંખ્યામાં રોકાણકારો એસપી કચેરી પહોંચવાને લઈ હવે સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. હિંમતનગરના ટાવર રોડ પર આવેલા અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા. જ્યાં સંચાલક જગદીશ ગોસ્વામી સહિતની ટોળકી દ્વારા રોકાણ કરાવી પંદરથી વીસ ટકા માસિક વળતર આપવાની લાલચ આપી હતી. આમ મોટી લાલચે આપીને કરોડોના રોકાણ મેળવી હવે સંચાલકો ફોન બંધ કરી રફુચક્કર થઈ ગયા છે. જેને લઈ છ માસથી રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થવાની રજૂઆત કરી હતી. જેને લઈ હવે પોલીસે કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું આશ્વાસન આપ્યું છે.

અગાઉ CID એ ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર  સકંજો કસ્યો હતો. જેમાં અરવલ્લી BZ GROUP પર CIDના દરોડા પડતા ખળભળાટ મચી ગયો હતો. BZ GROUPના એજન્ટો પર CID ના દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બેફામ પોંઝી સ્કીમનો ધંધો ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.

આ પોન્ઝી સ્કિમમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હોવાની ચર્ચા ચાલી હતી. CID દ્વારા મેઘરજ, મોડાસા અને હંમતનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં અનેક લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

@દિપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Ahmedabad News/BZ પોંન્ઝી સ્કિમના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન માટે કરી અરજી

આ પણ વાંચો:BZ કૌભાંડ બાદ નાની પોન્ઝી સ્કીમના સંચાલકો પણ ફરાર

આ પણ વાંચો:ધ્રાંગધ્રાના મેથાણ ગામે પોન્ઝી સ્કીમના નામે 100થી વધુ મહિલા સાથે છેતરપિંડી