Ahmedabad News: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી (Liquor Party)માં રાત્રે બોપલ પોલીસે (Bopal Police) દરોડા પાડ્યા હતા. દરોડામાં મહિલા સહિત 9 લોકોની પોલીસે અટકાયત કરી છે. ક્લબ O7માં મ્યુઝિક પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ નાખ્યો હતો.
અમદાવાદમાં હાઇ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં રાત્રે બોપલ પોલીસે દરોડા પાડ્યા હતા. ક્લબ 07માં દારૂની મહેફિલ ચાલતી હતી. દરોડામાં મહિલા સહિત 9 લોકોની પોલીસે અટકાયત કરી છે. હેમલ દવે, ચિરાગ ધાનક, આશુતોષ શાહ, રાહુલ ગોસ્વામી, રિતીકા શર્મા, ભાવેશ પવાર, રાહુલ નંચહલ, સની પંડ્યા સહિત 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે એક મહિલા સહિત 9 સામે ફરિયાદ દાખલ કરી છે. ક્લબ 07માં મ્યુઝિક ડાન્સ પાર્ટીનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. ક્લબનાં બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરી નબીરાઓ દારૂની પાર્ટી કરી રહ્યાં હતા.
નબીરાઓ કારનો કાફલો લઈને ક્લબ O7માં બેઝમેન્ટમાં દારૂની મહેફિલ માણતા હતા. બોપલ પોલીસે બાતમીનાં આધારે ફોરમ હોલમાં રેડ પાડી નબીરાઓને દારૂ પીતા ઝડપ્યા હતા. પોલીસે નબીરાઓ પાસેથી 5 મોબાઈલ, 2 BMW કાર, એક હોન્ડા સીટી કાર અને દારૂની બોટલો સહિત8.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ હેમલ દવે સામે કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરના વટવચ્છ ગામમાંથી 1.19 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચો:મહિસાગરમાં 9 લાખના દારૂ સાથે 21.11 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:સાણંદમાં IPLની મેચ પર સટ્ટા સાથે દારૂની મહેફિલ માણતા સાત શખ્સો ઝડપાયા
