Surendranagar News: સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં હનીટ્રેપ (Honeytrap)ની ઘટના સામે આવી છે. યુવતીનો વીડિયો બનાવી રૂપિયા 10 લાખ પડાવ્યા હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં યુવતીનો મહંત સાથે વીડિયો બનાવી 10 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. હનીટ્રેપ (Honeytrap)ને અંજામ આપનાર 5 આવારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 5 આવારા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. હથિયાર દેખાડી યુવતી પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા છે. પોલીસે 5 શખ્સોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હનીટ્રેપ (Honeytrap)નો ભોગ બનતાં પાટડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ મોબાઈલ પર અન્ય યુવતીઓના ફોટો બતાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 10 લાખની ખંડણી માંગતા ભોગ બનનારે ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નટુભાઈ ઈલોરિયાને યુવતીએ મોબાઈલ પર અન્ય યુવતીઓના ફોટો બતાવી, અંગત પળોના વીડિયો વાયરલ (Video Viral) કરવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ગભરાયેલા નટુભાઈએ પોતે હનીટ્રેપનો શિકાર થયાની શંકા થતાં પાટડી પોલીસ (Patadi Police) સ્ટેશને 2 યુવતી સહિત 5 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે એક યુવતીએ જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય સાથે ફોન પર વાતો કરી મોબાઇલ પર અન્ય યુવતીઓના ફોટા તેમજ વીડિયો બતાવી ઈરાદાપૂર્વક હનીટ્રેપમાં ફસાવ્યા હતા.
આ પણ વાંચો:જૂનાગઢના મોરબીનો યુવાન હનીટ્રેપનો ભોગ બન્યો
આ પણ વાંચો:યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યા, કોંગ્રેસી નગરસેવક અને તેના સાગરીતોની પોલીસે કરી અટકાયત
આ પણ વાંચો:સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હનીટ્રેપનો ભોગ બન્યાં
