Junagadh News: જૂનાગઢ (Junagadh)ના મોરબીનો યુવાન હનીટ્રેપ (Honeytrap)નો ભોગ બનતા યુવતી સહિત 5 શખ્સો સામે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભેંસાણ પોલીસે સમગ્ર મામલે ચક્રો ગતિમાન કર્યા છે.
મહિલાઓ પુરુષોને હનીટ્રેપ (Honeytrap)માં ફસાવીને બ્લેકમેલ (Blackmail) કરતી હોવાના ગુનાઓ સમયાંતરે પોલીસ સ્ટેશનમાં નોંધાતા રહે છે. જૂનાગઢમાં ભેંસાણ-છોડવડી રોડ પર હનીટ્રેપની ઘટના બનવા પામી છે. અમરેલીના વડીયા ગામની યુવતીએ મોરબીના યુવકને મળવા બોલાવ્યો હતો. મળવા આવેલા યુવાન અને તેના મિત્રને ગોંધી રાખવામાં આવ્યા હતા તેમજ દુષ્કર્મના ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી આપી ટ્રેપરોએ રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. ડરી ગયેલા યુવાને મુસીબતમાંથી બહાર કાઢી ભેંસાણ પોલીસમાં સંમગ્ર વિગત જણાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર (Bhavnagar)માં રહેતી વેપારી થોડા સમય પહેલા એક મહિલાના સંપર્કમાં આવ્યા હતાં. જે બાદ મહિલાએ વેપારીને હનીટ્રેપ (Honeytrap)માં ફસાવવાની ધમકી આપી અને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આરોપી અંકિતા પટેલ અને તેના પતિ ભાર્ગવ પટેલ અને શક્તિસિંહ નામના વ્યક્તિએ હનીટ્રેપ (Honeytrap)નું કાવતરું ઘડ્યું હતું. જે બાદ અંકિતા પટેલે કામના બહાને વારંવાર વેપારીને ફોન કરીને વિશ્વાસ જીત્યો હતો. તેમજ શારીરિક સંબંધો બાંધ્યા બાદ અંકિતા પટેલે બળાત્કારની ફરિયાદ કરાવવાનું કહી ડરાવી રૂપિયા 10 હજાર રૂપિયા પડાવ્યા હતાં.
આરોપી અંકિતા, તેના પતિ ભાર્ગવ પટેલ અને શક્તિ સિંહ નામના શખ્સોએ સમગ્ર મામલો રફેદફે કરવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ઝઘડા બાદ આખરે 5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને જો પૈસા નહીં આપવામાં આવે તો આરોપીએ વેપારી સામે બળાત્કાર (Rape)નો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. જે બાદ એ પણ સામે આવ્યું છે કે આરોપીએ વેપારીને માર માર્યો હતો. ઉપરાંત, આરોપી ભાર્ગવ અને શક્તિસિંહ પણ પૈસા લેવા માટે વારંવાર વેપારીની દુકાને ગયા હતા. આખરે આરોપીઓના ત્રાસથી કંટાળીને વેપારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને સમગ્ર વિગત જણાવી ગુનો નોંધ્યો હતો. નિલમબગ પોલીસે (Nilambaug Police) તાત્કાલિક આરોપી અંકિતા પટેલ, ભાર્ગવ પટેલ અને શક્તિ સિંહ વિરુદ્ધ ગુનો (FIR) નોંધીને તેમની શોધખોળ આદરી હતી.
આ પણ વાંચો:ભાવનગરનો વેપારી બન્યો હનીટ્રેપનો શિકાર, લાખો રૂપિયાની માંગણી કરાતા નોંધાવી ફરિયાદ
આ પણ વાંચો:યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યા, કોંગ્રેસી નગરસેવક અને તેના સાગરીતોની પોલીસે કરી અટકાયત
આ પણ વાંચો:સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હનીટ્રેપનો ભોગ બન્યાં
