Surendranagar News: સુરેન્દ્રનગર (Surendranagar)ના લીંબડી-વઢવાણ નેશનલ હાઈવે (National Highway) પર છેલ્લા 1 વર્ષથી સમલા ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ રોષ ભરાયો હતો, જેથી પાણી મામલે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. લીબડી Dy.SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં લીંબડી-વઢવાણ નેશનલ હાઇવે પર ચક્કાજામ થયો હતો. પાણી મામલે ગ્રામજનોએ નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો હતો. છેલ્લા એક વર્ષથી સમલા ગામમાં પાણીની સમસ્યાને લઈ રોષ ફેલાયેલો હતો. અનેક રજુઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતાં લોકો વલખા મારતા હતા. પાણી ભરવા દૂર દૂર સુધી જવાનો વારો આવતા 2200 લોકોની વસ્તી ધરાવતા ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ લોકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. લીંબડી Dy.SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો. નેશનલ હાઇવે પર બંને તરફ 1 કિમી સુધી વાહનોની લાઈનો લાગી છે.

10 દિવસ અગાઉ પાટણ (Patan)ના સિદ્ધપુર (Siddhpur)માં કાકોશી ગામ (Kakoshi Village)માં પીવાના પાણીની સમસ્યાને લઈ સામાજિક ન્યાય સમિતિ (Social Justice Committee) ચેરમેન દ્વારા કલેક્ટર અને DDOને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગ્રામજનો દ્વારા કલેકટર અને DDOને પીવાના પાણીનો બોર મંજૂર કરાય તેવી રજુઆત કરાઈ હતી.
ઉનાળો (Summer) શરૂ થતાંની સાથે પાણીની સમસ્યા (Problems of Drinking Water) ઘણો મોટો પ્રશ્ન બની જાય છે. ઠેર ઠેર પીવાના પાણી માટે લોકો વલખાં મારતા પણ જોવા મળ્યાં છે. ગુજરાતમાં જીવાદોરી સમાન ગણાતી, નર્મદા, સાબરમતી, તાપી, ભાદર, પૂર્ણા સહિત અનેક નદીઓમાં ઉનાળામાં કેટલીક વખત પાણી ઓછું થઈ જતું પણ જોવા મળે છે. પાટણ જીલ્લામાં સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં પીવાના પાણી (Water) માટે લોકોને વલખાં મારવા પડે છે. અહીં છેલ્લા ઘણાં મહિનાઓથી લોકો માટે તરસી રહ્યાં છે.
પીવાના પાણીની સમસ્યા સરકાર જલ્દી સાંભળે તે માટે સામાજીક ન્યાય સમિતિના ચેરમેને પાટણ કલેક્ટર (Collector) અને DDOને આવેદનપત્ર પાઠવ્યું હતું. કાકોશી ગામમાં 6 માસ અગાઉ બે બોર્ડ ફેલ થઈ ગયાનું પણ સામે આવ્યું છે. પાણીનાં બોર માટેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં આવેદનપત્ર આપવું પડ્યું હતું. ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે છે ત્યારે કાકોશીમાં પાણીના પ્રશ્નનો ઝડપી ઉકેલ આવે તે માટે રજુઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:પાટણના કાકોશી ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
આ પણ વાંચો:પીવાના પાણીની સમસ્યાનું નિવારણ લાવશે સરકાર, રાજ્યમાં ટોલ ફ્રી નંબર જાહેર
આ પણ વાંચો:નવી નારણપુરા રણ વિસ્તારમાં ૨૦ દિવસથી પીવાના પાણીની સમસ્યા

