Gujarat News/ રેલવે મુસાફરો ચેતજો! ગુજરાતમાંથી પસાર થતી નવ ટ્રેનો બે દિવસ સુધી ત્રણ કલાક મોડી પડશે

ટ્રેનના સંચાલનના સમયમાં 3.30 કલાકના સમયમાં ફેરફાર કરાયો છે.

Gujarat

Gujarat News : પશ્ચિમ રેલવેમાં બિલિમોરા અને અમલસદ સ્ટેશનો વચ્ચે કામ ચાલી રહ્યું છે. જેના કારણે આ રૂટ પરથી પસાર થતી નવ ટ્રેનોના સંચાલનને અસર થશે. આ ઉપરાંત 22મી અને 23મી એપ્રિલના રોજ આ રૂટ બ્લોક કરાયો છે. ટ્રેનના સંચાલનના સમયમાં 3.30 કલાકના સમયમાં ફેરફાર કરાયો છે.

નવ ટ્રેનને અસર થશે

•ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 22મી એપ્રિલે અઢી કલાક મોડી પડશે.

•ટ્રેન નંબર 22195 ઝાંસી-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ 22મી એપ્રિલે સાડા ત્રણ કલાક મોડી પડશે.

•21મી એપ્રિલે ઉપડનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસ બે કલાક મોડી પડશે.

•23મી એપ્રિલના રોજ ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર એક કલાક, 09075 મુંબઇ સેન્ટ્રલ-કોઠગોડામ સ્પેશિયલ એક કલાક, ટ્રેન નં, 09055 બાન્દ્રા ટર્મિનસ-ઉધના સ્પેશિયલ 50 મિનિટ, ટ્રેન નંબર 09035 બાન્દ્રા ટર્મિનસ-બિકાનેર એક્સપ્રેસ એક કલાક, ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર સુપરફાસ્ટ 20 મિનિટ અને ટ્રેન નંબર 12216 બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા 20 મિનિટ મોડી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં બરફના ગોળાનાં સેમ્પલ ફેલ, સીરપ અને ક્રીમનો 35 કિલો જથ્થો નષ્ટ કરાયો

આ પણ વાંચો:સુરતમાં સાવકા પિતાએ નજર બગાડી, પુત્રી પર બળાત્કાર ગુજારતા નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:સુરતમાં તાપી નદીને પ્રદૂષિત કરાયાની ઉઠી ફરિયાદો! કોર્પોરેટરે તપાસનાં આદેશ આપ્યાં