@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
એક બાજુ રાજ્યમાં કોરોના ફરીથી વધી રહ્યો છે, તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, કોરોનાની મહામારી વચ્ચે યાત્રાધામમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને નવા વર્ષને આવકારવા માતાજીના દર્શન માટે ભક્તો આવ્યા હતા.
આ સમયે ડુંગરના પગથીયા ઉપર માનવ મહેરામણ ઉમટી પડતા અનેક લોકો વિખુટા પડ્યા હતા અને ડુંગર ઉપર અવાર નવાર માઇકના માધ્યમથી વિખૂટા પડેલા લોકોને પરિવાર સાથે ભેટો કરાવવા જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને ચોટીલા ડુંગર ઉપર અવ્યવસ્થા સર્જાતી જોવા મળી
બીજી તરફ કોરોનાનો ડર જાણે લોકો ન રહ્યો હોય તેમ સોશિયલ ડિસ્ટન્સના ના ધજીયા ઉડતા નજરે પડ્યા હતા, અસંખ્ય લોકો માસ્ક વિના જોવા મળતા કોરોના સંક્રમણનો ભય ઉભો થયો છે .
આ સમયે યાત્રા ધામમાં દિવાળી ના તહેવાર ને લઈને લોકો ની ભારે ભીડ જોવા મળી હતી કોરોના ની મહામારી મા મદિર તરફથી લોકો નુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું પરંતુ લોકો પરીવારજનો સહિત સાથે ફરવા મા કોરોના મહામારી હોવા છતાં ભાન ભુલ્યા હતા ત્યારે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા હતા તેમજ પ્રાઇવેટ વાહનો દ્વારા પેસેન્જર પાસે થી ભાડાના ડબલ પૈસા વસુલ તા નજરે પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન પણ જોવા મળ્યુ નો હતુ ત્યારે જોવાનુ એ રહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થશે કે કેમ…
