બે દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પીએમ મોદીની માતા હિરા બાને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા.જ્યા વડાપ્રધાન મોદીના માતા હિરા બા સાથે મુલાકાત કરી હતી. અને ખબરઅંતર પૂછ્યા હતા. રાષ્ટ્રપતિએ રાયસણ જઈને હીરાબાના આશીર્વાદ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ મુલાકાત કરી હતી.
ત્યાર પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્યાંથી કોબા જવા રવાના થયા છે. અહીં તેઓ જૈન દેરાસરની મુલાકાત લઈ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ લેશે.
રાષ્ટ્રપતિએ જ્યારે હીરાબાના આશીર્વાદ લીધા હતા, ત્યારે હીરાબાએ તેમણે અને રાજ્યપાલને ભેટ સ્વરૂપે તેઓને ગાંધી ચરખો, ખાદીની સાલ અને ગીતાનું પુસ્તક આપ્યું હતું. .તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે હીરાબાનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
