Amreli News : જાફરાબાદમાં મધદરિયેથી બે ખલાસીના મૃતદેહ મળ્યા છે. જેમાં પીપાવાવ કોસ્ટગાર્ડનું “સજાગ” નામનું જહાજ પહોચ્યું છે. બાદમાં બંને ખલાસીના મૃતદેહ લઈ પીપાવાવ પોર્ટ જેટી પર પહોંચ્યું હતું.

મધ દરિયામાં મોતને ભેટેલ બંને મૃતક જાફરાબાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં વિનોદ બારૈયા અને દિનેશ બારૈયાની લાશ મધ દરિયામાંથી મળી હતી.

પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, સાંસદ ભરત સુતરીયા પહોચ્યા છે. તે સિવાય ધારાસભ્ય હીરા સોલંકી સહિતના જનપ્રતિનિધિઓ પણ પહોચ્યા છે. બાદમાં મૃતકના પરિવારજનો લાશનો કબ્જો લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા સન્માન સાથે મૃતકોની લાશ સોપવામાં આવી હતી.

અન્ય 9 જેટલા ખલાસીઓની મધ દરિયામાં હજુ પણ શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં વરસાદે લીધું રૌદ્ર સ્વરૂપ, અનેક તાલુકા બન્યા જળબંબાકાર
આ પણ વાંચો:જૂનાગઢમાં છુટોછવાયો વરસાદ નોંધાયો, નોરતાના છેલ્લા દિવસ સુધી રહેશે વરસાદ
આ પણ વાંચો:જૂનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
