Amreli News: ગુજરાતમાં જાફરાબાદ (Jafrabad)માં દરિયાકિનારે 1 શંકાસ્પદ બોટ (Suspicious Boat) દેખાતા માછીમારો (Fisherman)એ બોટને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે બોટ ગાયબ થઈ જતા કોસ્ટગાર્ડ (Coastguard)ને ઘટનાની જાણ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડ (Coastguard) હેલિકોપ્ટર સાથે દરિયામાં પહોંચ્યું હતું અને તપાસ આદરી છે.
પહલગામ આતંકવાદી હુમલા (Terror Attack) બાદ દેશભરની તમામ પોલીસ, સુરક્ષા એજન્સીઓ સાવધાન થઈ ગઈ છે. અમરેલી જીલ્લામાં જાફરાબાદ (Jafrabad) દરિયાકિનારે 22 નોટિકલ માઈલ દૂર 1 શંકાસ્પદ બોટ દેખાતા માછીમારો એલર્ટ થઈ ગયા હતા. માછીમારોએ બોટનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોટ ત્યાંથી ફરાર થઈ જતાં માછીમારોએ પરત આવી કોસ્ટગાર્ડ (Coastguard)ને સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી.
કોસ્ટગાર્ડે ઘટનાની ગંભીરતા જોતાં હેલિકોપ્ટર સાથે દરિયામાં તપાસ માટે પહોંચ્યા હતા. દરિયાકિનારે તપાસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શંકાસ્પદ બોટની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉપરાંત કોસ્ટગાર્ડ દ્વારા ચાંચબંદર, શિયાળબેટ, જાફરાબાદ, નવાબંદર, ધારાબંદર જેવા બંદરો પર બધી બોટને પરત બોલાવાની સૂચના આપી છે. આગામી સૂચના સુધી દરિયો નહીં ખેડવાની માછીમારોને સૂચના અપાઈ છે તેમજ સાવધાન રહેવા જણાવ્યું છે.
આ પણ વાંચો:વલસાડ પોલીસે માછીમારોને સાવધાન રહેવા સૂચના આપી
આ પણ વાંચો:અમરેલીના દરિયા કાંઠે માછીમારોને એલર્ટ રહેવાનું સૂચન, સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ
આ પણ વાંચો:પાકિસ્તાની જેલોમાં ભારતીય માછીમારો કેવી સ્થિતિમાં ? કેદીઓ દ્વારા મોકલેલ પત્રમાં ભયાનક વાતો
