surat accident/ સુરતમાં દારુ પીધેલ હાલતમાં નબીરાએ સર્જયો અકસ્માત, રાહદારીઓને લીધા અડફેટે

સુરતમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો છે. આ નબીરો દારુ પીધેલ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. દારૂ પીધેલ હાલતમાં નબીરાએ રાહદારીઓના અડફેટે લીધા.

Top Stories Surat

સુરતમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો છે. આ નબીરો દારુ પીધેલ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. દારૂ પીધેલ હાલતમાં નબીરાએ રાહદારીઓના અડફેટે લીધા. નબીરાનું નામ ભાવેશ ચલોડિયા હોવાનું સામે આવ્યું છે. નબીરાએ અકસ્માત સર્જતા ઘટનાસ્થળ પર હાજર લોકોએ જબરજસ્ત ધુલાઈ કરી.

અકસ્માતની ઘટના મોટા વરાછા વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. દારૂ પીધેલ હાલતમાં સ્ક્રોડા ગાડીમાં નબીરાએ માર્ગ પર ચાલતા 3 થી 4 વાહનોને અડફેટે લીધા. રાહદારીઓને અડફેટે લેતા એક બાઈકને પણ ટક્કર મારી હતી. બાઈક ચાલકને ગંભીર ઇજા પંહોચી છે. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. કાર ચાલક અકસ્માત કરી ભાગવા જતો હતો ત્યાં લોકોએ તેને ઘેરી લીધો અને પોલીસને હવાલે કર્યો. રાહદારીઓ ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પોલીસે કાર ચાલક ભાવેશ ચલોડિયાની અટકાયત કરતાં તાત્કાલિક કાર્યવાહી કરતાં તેની કાર જપ્ત કરી લીધી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃIPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….