કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પાંચમી યાદી
ગારિયાધારથી દિવ્યેશ ચાવડાને ટિકિટ
રાજકોટ પશ્ચિમ પર મનસુખ કાલરિયાને ટિકિટ
બોટાદથી મનહર પટેલને ટિકિટ આપી
જામનગર ગ્રામ્ય પર જીવણ કુંભારવડિયા
મોરબીથી જયંતિ પટેલને ટિકિટ આપી
ધ્રાંગધ્રાથી છત્તરસિંહ ગુજરીયાને ટિકિટ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને એક પછી એક પક્ષ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ત્યારે કોંગ્રેસે આજે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી. લાંબા સમયથી ચાલી રહેલા ગુંચવાડાને આખરે ઉકેલી નાખ્યો છે. કોંગ્રેસ દ્વારા 6 સીટ પર પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ધ્રાંગધ્રા સીટ પર છત્તરસિંહ ગુંઝારીયા, મોરબી બેઠક પર જયન્તી જેરાભાઇ પટેલ, રાજકોટ પશ્ચિમ થી મનસુખભાઇ જાદવભાઇ કાલરિયા, જામનગર ગ્રામ્યમાંથી જીવનકુંભારવાડીયા, ગારિયાધારથી દિવ્યેશ ચાવડા, બોટાદ પરથી મનહર પટેલનું નામ જાહેર કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રમેશ મેરનું નામ જાહેર થયા બાદ લાંબા સમયથી કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો હતો.

નોંધનીય છે કે કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરત કરે છે અને બાદમાં તેમાં બદલાવ પણ આવી જાય છે. જો કે કોંગ્રેસ દ્વાર વધારે 6 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, હવે તેને લઇને ઉમેદવારોના અને અન્ય કાર્યકર્તાઓના રીએક્શ કેવા હોય છે તે તો થોડા સમય પછી જ ખબર પડશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા કુલ 109 ઉમેદવારો જાહેર થઇ ચુક્યા છે. જ્યારે ભાજપ દ્વારા 166 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
