Gujarat Local Body Election 2026/ રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપ સામે અસંતોષ

રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપની સામે અસંતોષ જોવા મળ્યો છે. લોહાણા સમાજને છની સામે 3 ટિકિટ આપવામાં આવતા આ અસંતોષ જોવા મળ્યો છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપની સામે અસંતોષ જોવા મળ્યો છે. લોહાણા સમાજને છની સામે 3 ટિકિટ આપવામાં આવતા આ અસંતોષ જોવા મળ્યો છે. જાગનાથ મંદિર પાસે લોહાણા સમાજનું સંમેલન યોજાયું છે. આ સંમેલનમાં કોંગ્રેસના આગેવાનો પણ જોવા મળ્યા હતા. ધારાસભ્યએ કિન્નાખોરી રાખીને ટિકિટ કાપી હોવાનો આક્ષેપ લોહાણા સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સમાજને વધુ લોકોને ટિકિટ (Gujarat Local Body Election 2026) આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવશે. રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા આ સંમેલન યોજવામાં આવ્યું હતું.

આ પહેલાં રાજકોટના જિલ્લા પ્રમુખ માધવ દવે અને રમેશ ટીલાળાની હાજરીમાં ડખો થયો હતો. રાજકોટમાં પક્ષના આગેવાનોની હાજરીમાં જ ડખો થતાં પક્ષમાં પણ સોંપો પડી ગયો છે. વિરેન્દ્રસિંહ ઝાલા અને નેહલ શુક્લ વચ્ચે તડાફડી થઈ છે. ભાજપે રાજકોટમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલતા આ સ્થિતિ જોવા મળી છે. આ ઉમેદવાર બદલતા કાર્યકરો નારાજ થયા છે. તેના કારણે બે અગ્રણીઓ પણ જાહેરમાં બાખડ્યા હતા. આમ બે અગ્રણીઓ જાહેરમાં બાખડતા આખા પક્ષને નીચાજોણું થયું હતું.

તેના લીધે હજી તો 26મીએ ચૂંટણી છે અને તેના પહેલા આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતાં રાજકોટ ભાજપમાં અસંતોષનો ચરુ ઉકળતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ સ્થિતિ જોઈને પક્ષના વરિષ્ઠ નેતાઓએ હાલમાં તો મામલો થાળે પાડ્યો છે, પરંતુ તેની સાથે-સાથે તેમણે અસંતુષ્ટ કાર્યકરોની વાત સાંભળવાનો પણ પ્રારભ કરી દીધો છે. તેઓ ઇચ્છે છે કે ચૂંટણી પ્રચારની અંતિમ તારીખ સુધી બધુ થાળે પડેલું રહે.

જ્યારે શાસક પક્ષની તડાફડી જોઈને વિપક્ષને મજા પડી ગઈ છે. તે ગેલમાં આવી ગયો છે. વિપક્ષનું કહેવું છે કે આ જ રીતે શાસક પક્ષ અંદર રીતે ઝગડતો રહેશે તો પ્રજાના કામો ક્યારે કરશે. તેમનું બધુ અંદર ઝગડવામાં જ પૂરુ થઈ જશે. સામાન્ય પ્રશ્નો ત્યાંના ત્યાં રહેશે. આ લોકો અત્યારે જ ઝગડે છે તો સત્તા મળ્યા પછી પણ આ જ સ્થિતિ રહેશે. પછી બધુ વહેંચવાનો ઝઘડો હશે. આમ ઝઘડો ચાલતો રહેશે. આ બતાવે છે કે હાલમાં ભાજપમાં એક સાંધે ત્યાં 13 તૂટે છે તેવી વાત છે.


આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ