Gujarat Local Body Election 2026/ સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિમિત્તે દરિયાકાંઠામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે સુરતની સાથે  આખા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. ભાવનગર, દ્વારકા, પોરબંદર, કંડલા સહિતના બધા જ દરિયા કાંઠાના વિસ્તારોમાં સલામતી વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. ડુમ્મસના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સે ચૂંટણી પૂર્વે જ મેગા ઓપરેશન હાથ ધર્યુ છે. આતંકવાદી ગતિવિધિઓ રોકવા માટે મરીન કમાન્ડો એક્શનમાં આવ્યા છે. દરિયાઈ માર્ગે થતી દરેક હલચલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ બોટો અને અવાવરૂ સ્થળોનું ઝીણવટભર્યુ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની (Gujarat Local Body Election 2026) ચૂંટણી વખતે કોઇપણ અપ્રિય ઘટનાને ટાળવા પોલીસ તંત્ર એલર્ટ પર છે. દરિયાઈ સુરક્ષા મજબૂત કરીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતની સાથે  આખા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. ભાવનગર, દ્વારકા, પોરબંદર, કંડલા સહિતના બધા જ દરિયા કાંઠાના વિસ્તારોમાં સલામતી વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ પણ દરિયાઈ વિસ્તારોમાં કોઈ બહારથી છમકલું ન થાય તે માટે તેના પર સતત ધ્યાન આપી રહ્યું છે.

આમ કચ્છ આખાથી લઈને સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ મોડમાં છે. તેની સાથે-સાથે ડ્રોન દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અત્યાધુનિક સગવડોની મદદથી આ સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. દેશની સુરક્ષા એજન્સીઓ ગુજરાતની સ્થાનિક સુરક્ષા એજન્સીઓના તાલમેળમાં કામ કરી રહી છે. આ ઉપરાંત કોઈપણ શંકાસ્પદ તત્વ દેખાય તો તેને પકડીને સ્થાનિક પોલીસ તંત્રના હવાલે કરી દેવામાં આવે છે.

અત્યાર સુધીમાં કેટલાય અસામાજિક તત્વોને તકેદારીના ભાગરૂપે જેર કરવામાં આવ્યા છે. તેઓને ચૂંટણી પૂરી થશે ત્યાં સુધી અટકાયતમા રાખવામા આવશે. શાંતિની સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આવા વધુને વધુ અસામાજિક તત્વો જેલમાં મોકલવામાં આવે તો આશ્ચર્ય નહીં લાગે.


આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ