હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આજે સોમવારનાં રોજ મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં સીએમ મનોહરલાલ ખટ્ટરની આગેવાનીવાળી શાસક પક્ષ ભાજપની નજર એકવાર ફરી સત્તામાં પાછા ફરવાની છે.
ગયા વર્ષે ઈન્ડિયન નેશનલ લોકદળથી અલગ થયેલા અને પોતાની નવી પાર્ટી જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ની રચના કરનાર દુષ્યંત ચૌટાલાએ પણ સિરસામાં પરિવાર સાથે મત આપ્યો હતો. દુષ્યંત ચૌટાલા પરિવાર સાથે પોતાનો મત આપવા એક અલગ અંદાજમાં પહોંચ્યા હતા. તે એક ટ્રેક્ટરમાં પરિવાર સાથે મત આપવા પહોચ્યા હતા.
#HaryanaAssemblyPolls: Jannayak Janata Party (JJP) leader Dushyant Chautala & his family arrive on a tractor, to cast their votes at a polling booth in Sirsa. pic.twitter.com/K9EHSM6klA
— ANI (@ANI) October 21, 2019
3 એપ્રિલ 1988 નાં રોજ હિસારમાં જન્મેલા દુષ્યંત ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા અને પૂર્વ નાયબ વડા પ્રધાન દેવીલાલનાં પૌત્ર છે. 2014 ની લોકસભાની ચૂંટણીમાં, તેઓ હિસાર બેઠક પરથી કુલદીપ બિશ્નોઈને હરાવીને સૌથી યુવા સાંસદ બન્યા હતા. ડિસેમ્બર 2018 માં લોક દળમાંથી હાંકી કાઠ્યા બાદ, તેમણે જેજેપી નામની પોતાની એક અલગ પાર્ટી બનાવી.

આપને જણાવી દઇએ કે, હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે 1169 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. અહીં મુખ્ય હરિફાઇ શાસક ભાજપ અને વિરોધી પક્ષો કોંગ્રેસ, આઈએનએલડી અને જેજેપી વચ્ચે છે. હરિયાણામાં 1.83 કરોડ મતદારો છે, જેમાં 85 લાખ મહિલા શામેલ છે, જે 19578 બૂથ પર મતદાન કરશે. 2014 ની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં અહી 76.54 ટકા મતદાન થયું હતું. તે ચૂંટણીમાં ભાજપે 47, કોંગ્રેસને 15 અને લોકદળે 17 બેઠકો પર જીતી મેળવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
