Patan News/ હારીજમાં 8 વર્ષથી મોડલ સ્કૂલમાં ચાલી રહી છે કોલેજ

કોલેજ પાસે પોતાનું બિલ્ડીંગ ન હોવાથી એડમિશન પણ ઓછા થઈ રહ્યા છે

Top Stories Gujarat

Patan News : હારીજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ છેલ્લા આઠ વર્ષથી હારિજમાં કાર્યરત થઈ છે. આઠ વર્ષ થયાં હોવા છતાં સરકાર દ્વારા કોલેજ માટેની જમીન પણ નક્કી કરી હુકમ થઈ ગયેલા છે. નવીન મકાનની વહીવટી મંજૂરી પણ આવી હોવા છતાં કામ નવીન મકાન બનાવવા કોઈજ કાર્ય ચાલતું નહીં હોઇ નગર વિકાસ કમિટીએ મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગમાં લેખિત રજુઆત કરી ઝડપી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી મકાન કામ શરૂ કરવા રજુઆત કરવામાં આવી છે.

પાટણ જિલ્લાના હારીજ ખાતે સરકારી કોલેજ વર્ષ 2016 મા શરૂ કરવામાં આવી હતી જે કોલેજ શરૂ થઈ ત્યાર થી મોડેલ સ્કૂલના મકાનમાં ચાલી રહી છે. હારીજ રાધનપુર હાઇવે રોડ પર આવેલા સહકારી જીનની જમીન છેલ્લા પાંચ વર્ષ ઉપરાંત થી મામલતદાર કચેરીના મકાન બનાવવા અને સરકારી કોલેજના નવીન મકાન બનાવવા તંત્ર દ્વારા ફાળવવામા આવેલી છે પણ હજુ સુધી કોઈજ શરૂઆત થઈ નથી.હારીજ નગર વિકાસ કમિટી દ્વારા હારીજમાં સરકારી વિનયન કોલેજના બિલ્ડીંગ નવીન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.

વહીવટી આવી હોવા છતાં કેમ ટેન્ડર પ્રક્રિયા થતી નહીં જેની રજૂઆત મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગમાં કરવામાં આવી છે. જોકે સને.૨૦૨૪/૨૫ના બજેટમાં કોલેજના બાંધકામ માટેની વહીવટી મંજૂરી મળી હોવા છતાં કોલેજ નું બાંધકામ શરું કરાયેલ નથી હાલમાં એક સ્કૂલની અંદર કોલેજ ચાલી રહી છે કોલેજ પાસે પોતાનું બિલ્ડીંગ ન હોવાથી એડમિશન પણ ઓછા થઈ રહ્યા છે જેના કારણે કોલેજ જો બંધ થઈ જાય તો હારીજ તેમજ તાલુકાના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે બહાર જવું પડશે જેથી બાંધકામ શરૂ કરવા માંગ કરાઈ છે.

જોકે હારીજ સરકારી કોલેજ ની શરૂઆત 2016 મા થઈ ત્યારે વર્ષોવર્ષ સંખ્યા માં વધારો થતો હતો પણ કોલેજ મકાન બસસ્ટેન્ડ થી દૂર પડતું હોઇ સંખ્યા હાલમા ઘટાડો થયો છે. જ્યારે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ માંથી મળતી માહિતી મુજબ નવીન મકાન માટે વહીવટી મંજૂરી ચાર માસ પેહલા ની આવી ગયેલી છે.જે રકમ અંદાજીત 5.28 કરોડ મંજુર થઈ ગયેલી છે. ટેન્ડર પ્રક્રિયા બાકી હોઈ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત

આ પણ વાંચો: જામનગરના રણજીતસાગર રોડપર આવેલા કપડાના GJ 5 શોરૂમમાં જીએસટી વિભાગની દરોડા

આ પણ વાંચો: જામનગરમાં આરોપીએ 11 વિઘા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાતાં તોડી પડાયું