Jamnagar News : જામનગર મહાનગરપાલિકા(JMC) તંત્રના આરોગ્ય શાખા દ્વારા વર્ષ 2024ના શાળા આરોગ્ય તપાસણીમાં અત્યાર સુધીમાં 1.72 લાખ બાળકોમાંથી 1.26 લાખ બાળકોની આરોગ્ય તપાસણી કરતા તેમાં ગંભીર પ્રકારની 220 બાળકોને બીમારી સામે આવી. જેમાં હૃદય સંબંધી બીમારીના સૌથી વધુ 125 બાળકો મળી આવતાં તેમનું નિ:શુલ્ક સરકાર દ્વારા સારવાર કરાવવામાં આવી છે. તો અમુક બાળકોના વાલીઓએ સ્વખર્ચે સારવાર કરાવી હતી.
શાળા આરોગ્ય તપાસણીમાં બાળકો-વિદ્યાર્થીઓમાંથી ગંભીર પ્રકારની બીમારીઓ મળી આવતાં ગરીબ પરિવારના બાળકોને સરકારના ખર્ચે બાળકો-વિદ્યાર્થીઓની તમામ સારવાર કરાવવામાં આવે છે. ત્યારે જામનગર(Jamnagar) શહેરમાં આરોગ્ય શાખાએ 334 શાળાઓ-હાઈસ્કુલો તેમજ 337 આંગણવાડીઓ મળીને કુલ 1,74,451 બાળકોની શાળા આરોગ્ય તપાસણીનો વર્ષ 2024ના એપ્રિલ માસથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બીજી બાજુ અત્યાર સુધીમાં 1,26,345 બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવતા 220 બાળકોને ગંભીર પ્રકારની બીમારીઓ સામે આવી હતી. જેમાં હૃદય સંબંધી બીમારીઓ 125, કીડનીની 35, કેન્સરના 35, થેલેસેમીયાના 2, જન્મજાત બહેરાસ તેમજ અન્ય બીમારીઓ 21 મળીને અત્યાર સુધીમાં 220 બાળકોને ગંભીર પ્રકારની બીમારીઓ સામે આવી છે.
જેમાં તમામ બાળકોની સારવાર કરવામાં આવી રહી છે. તો અમુક વાલીઓએ પોતાના ખર્ચે તો અમુક વાલીઓ બીમારીના ખર્ચને પહોંચી ન વળતા તેઓને સરકાર મારફત સારવાર કરાવવામાં આવી છે. જેમાંથી અમુક બાળકોની સારવાર ચાલી રહી છે, તો અમુક બાળકો સંપુર્ણ સ્વસ્થ થયા છે.
આ પણ વાંચો: ગુજરાતનાં 1.5 કરોડ બાળકોની આરોગ્ય ચકાસણી યોજનાં અમલી, તમામ ખર્ચ સરકાર આપશે
આ પણ વાંચો: 18 વર્ષ સુધીની વયના વિદ્યાર્થીઓની વિનામૂલ્યે આરોગ્ય તપાસ તેમજ ગંભીર રોગ હશે તો સારવાર કરાવશે સરકાર
આ પણ વાંચો: મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ માં વધુ એક કૌભાંડ
