Mahesana News/ મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ માં વધુ એક કૌભાંડ

મહેસાણા જિલ્લા માં શાળા આરોગ્ય તપાસણી દરમ્યાન હિમોગ્લોબીન તપાસણી કરી

Top Stories Gujarat Others

Mahesana News : મહેસાણા જિલ્લા માં આરોગ્ય વિભાગ ની કામગીરી ખાડે ગઈ હોય એમ એક પછી એક કૌભાંડ,છબરડા અને ગોટાળા સામે આવી રહ્યા છે. તાજેતરમાં પોલિયો રસીકરણ કૌભાંડ,કુટુંબ નિયોજન ઓપરેશન કૌભાંડ,શાળા આરોગ્ય માં બાળકો ની ઊંચાઈ માં છબરડો બાદ હિમોગ્લોબીન કૌભાંડ સામે આવ્યું છે.મહેસાણા જિલ્લા માં શાળા આરોગ્ય તપાસણી દરમ્યાન હિમોગ્લોબીન તપાસણી કરી તેનો ડેટા સબમિટ કરવા ની જવાબદારી આપવામાં આવી હતી.

જેમાં જિલ્લા ના પાંચ ડોક્ટરો એ ફિલ્ડ માં ગયા વિના અને કોઈ જ પ્રકાર ની કામગીરી કર્યા વિના બાળકો ના હિમોગ્લોબીન રિપોર્ટ ની જાણકારી મેળવ્યા વિના જ હિમોગ્લોબીન ના ખોટા રિપોર્ટ ના ડેટા સબમિટ કરી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.પાંચ ડોક્ટરો ને રોજ ના 150 બાળકો નું હિમોગ્લોબીન ચેક કરવા ની જવાબદારી આપવા માં આવી હતી અને 2000 કરતા વધુ બાળકો ના હિમોગ્લોબીન નું ડેટા એકઠો કરી સબમિટ કરવા નો હતો.પરંતુ કામચોર ડોક્ટરો એ ક્યાં કોઈ ને ખબર પડવા ની છે માની,,ઓફિસ માં બેસી ને જ ખોટો ડેટા સબમિટ કરી દીધો પણ આરોગ્ય વિભાગ ના ક્રોસ ચેક માં કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આ હિમોગ્લોબીન નો ખોટો ડેટા સબમિટ કરવાથી કૌભાંડ તો આચરવા માં આવ્યું પણ સાથોસાથ બાળકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું કાળું કામ આ જવાબદાર ડોક્ટરો એ કરતા ખોટો ડેટા આપનાર બેજવાબદાર ડોક્ટરો સામે હવે દંડનીય કામગીરી કરવા માં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું

આ પણ વાંચોઃ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..

આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્ટંટ કરવા જતા 11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ