Gujarat Crime News: ગુજરાતના નવસારી જિલ્લાના સિસોદરા ગામે ઓનલાઇન જુગારની રમત લોહિયાળ ખેલમાં ફેરવાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી એક વ્યક્તિએ ઓનલાઇન જુગારમાં 30,000 રૂપિયા જીતતા, તેના જ સાથીઓએ છેતરપિંડીનો આરોપ લગાવી તેને ઝાડ સાથે બાંધીને એટલી હદે માર માર્યો કે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે.
મિત્રતા લોહીમાં ફેરવાઈ
મૃતકની ઓળખ 43 વર્ષીય દિશાર ખાન (રહે. અલીગઢ, યુપી) તરીકે થઈ છે. Navsari પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દિશાર ખાન છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં રહેતા મોહમ્મદ નાઝિમ મુલ્લા અને વલસાડના પરવેઝ મુલતાની સાથે ઓનલાઇન જુગાર રમતો હતો અને તેમની વચ્ચે સારી મિત્રતા હતી. 4 એપ્રિલના રોજ, નવસારીના સિસોદરા ગામના કેટલાક મિત્રોએ તેમને સાથે મળીને જુગાર રમવા માટે આમંત્રણ આપ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
5 એપ્રિલના રોજ દિશાર ખાન તેના મિત્રો સાથે સિસોદરા ગામે આવ્યો હતો. અહીં સ્થાનિક યુવકો મંથન બોરાડ, ભૌતિક પ્રજાપતિ, અશોક પંચાલ, જીગો પટેલ, પ્રતીક હળપતિ અને કેવિન પટેલ સાથે ઓનલાઇન જુગારની રમત શરૂ થઈ હતી.
વિવાદનું કારણ: રમત દરમિયાન દિશાર ખાન 30,000 રૂપિયા જીતી ગયો હતો. આ જોઈને સ્થાનિક યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને દિશાર પર રમતમાં ચીટિંગ (છેતરપિંડી) કરવાનો આરોપ લગાવ્યો હતો.
ક્રૂરતાની હદ: વિવાદ એટલો વધ્યો કે આરોપીઓએ (Navsari) દિશાર ખાનને પકડી લીધો અને તેને એક ઝાડ સાથે ઊંધો લટકાવી દીધો હતો. ત્યારબાદ લાકડીઓ વડે તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે દિશારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
Navsari પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ નવસારી (Navsari) પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને મુખ્ય આરોપીઓ સહિત કુલ 6 લોકોની અટકાયત કરી છે. પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે આ ઓનલાઇન જુગારનું નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં.
આ પણ વાંચો: લ્યો બોલો પાણિપુરી બની ઝગડાનું કારણ, મિત્રએ લીધો મિત્રનો જીવ
આ પણ વાંચો:નવસારીમાં ખાળકુવો બનાવતા બે મજૂરો ખાળકુવામાં ફસાયા
આ પણ વાંચો:નવસારીમાં તંત્રની બેદરકારીએ વૃદ્ધનો જીવ લીધો

