Morbi News/ મોરબીમાં તલાવડીમાં ડૂબી જતાં 3ના મોત

Morbi News : મોરબી (Morbi) જિલ્લાના નવા સાદુળકા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેત તલાવડીમાં નહાવા ગયેલા બાળક સહિત ત્રણ માલધારીઓના ડૂબી જતાં કરુણ મોત નિપજ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. માહિતી મુજબ, માલધારી પરિવાર બકરા ચરાવવા માટે ખેતર વિસ્તારમાં ગયો હતો. દરમિયાન પરિવારના કેટલાક સભ્યો ખેત તલાવડીમાં નહાવા […]

Gujarat Others
મોરબી (Morbi) જિલ્લાના નવા સાદુળકા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે

Morbi News : મોરબી (Morbi) જિલ્લાના નવા સાદુળકા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેત તલાવડીમાં નહાવા ગયેલા બાળક સહિત ત્રણ માલધારીઓના ડૂબી જતાં કરુણ મોત નિપજ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

માહિતી મુજબ, માલધારી પરિવાર બકરા ચરાવવા માટે ખેતર વિસ્તારમાં ગયો હતો. દરમિયાન પરિવારના કેટલાક સભ્યો ખેત તલાવડીમાં નહાવા ઉતર્યા હતા. અચાનક પાણીમાં ઊંડે જતા ત્રણેય ડૂબી ગયા હતા. સ્થાનિકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી.

ઘટનાની જાણ થતાં ગામલોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્રણેયના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. બાળક સહિત ત્રણ લોકોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ દુર્ઘટનાને કારણે નવા સાદુળકા ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી.


આ પણ વાંચો : પાટણમાં પરિવાર સાથે કપડા ધોવા ગયેલી બે બાળકીઓનાં ડૂબી જતા મોત, તળાવમાં નહાવા પડતા ડૂબી ગઈ

આ પણ વાંચો : બાળકોને પ્રવાસ મોકલતા પહેલા વાંચી લો, વિદ્યાર્થિનું ડૂબી જતા મોત

આ પણ વાંચો : પાટણ સિધ્ધપુરમાં ન.પા.ના સ્વિમીંગ પૂલમાં સગીરનું ડૂબી જતા મોત