વલસાડ/ બાળકોને પ્રવાસ મોકલતા પહેલા વાંચી લો, વિદ્યાર્થિનું ડૂબી જતા મોત

વલસાડના ધરમપુરમાં નદીમાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત થયુ છે.વલસાડમાં ટ્યુશનમાંથી વન ભોજન માટે ગયેલા વિદ્યાર્થિનું ડૂબી જતા મોત થયુ છે.

Top Stories Gujarat Others
વિદ્યાર્થિનું
  • વલસાડ : નદીમાં ડૂબી જવાથી વિદ્યાર્થિનું મોત
  • વન ભોજન માટે ગયેલા વિદ્યાર્થિનું ડૂબી જતા મોત
  • ધરમપુર આંબા તલાટ ગામ પાસે તાન નદીની ઘટના
  • 7માં ધોરણમાં ભણતો અક્ષિત ટ્યુશન ક્લાસમાં ગયો હતો

valsad News: વલસાડના ધરમપુરમાં નદીમાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત થયુ છે.વલસાડમાં ટ્યુશનમાંથી વન ભોજન માટે ગયેલા વિદ્યાર્થિનું ડૂબી જતા મોત થયુ છે. આંબા તલાટ ગામે તાન નદી કિનારે રમતા રમતા પગ લપસતા વિદ્યાર્થી ડૂબ્યો હતો. ટ્યુશન ક્લાસમાંથી શિક્ષિકા અને વિદ્યાર્થીઓ વન ભોજન માટે ગયા હતા.

ધો.7માં ભણતા વિદ્યાર્થીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.મૃતક ધરમપુર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશ અટારાનો પૌત્ર છે. ત્યારે આ સમગ્ર મામલે ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી છે.અગાઉ વલસાડની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના છ વિદ્યાર્થીઓ અતુલની પાર નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાં છ વિદ્યાર્થીઓ નદીમાં ડૂબ્યા હતા.

નદીમાં ન્હાતી વખતે છ વિદ્યાર્થીઓ નદીના ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતાં. આસપાસના સ્થાનિકોને જાણ થતા ચાર વિદ્યાર્થીઓને તો બચાવી લેવામાં આવ્યા હતા, જોકે બે વિદ્યાર્થીઓના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતુ.



આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!

આ પણ વાંચો:‘પત્નીને માત્ર સપ્તાહના અંતે મળે છે’, નિયમિત શારીરિક સંબંધોના અધિકાર માટે હાઈકોર્ટમાં અપીલ