Bhavnagar News/ પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ વિવાદમાં: PMJAY કાર્ડ વગર દર્દીને બોટલ નહીં ચડાવવાનો આક્ષેપ

પાલિતાણાનીSir Mansinghji Hospital માં PMJAY કાર્ડ વગર દર્દીને બોટલ નહીં ચડાવવાના આક્ષેપો થયા છે. લાંબી લાઈનો અને સારવાર પ્રક્રિયાને લઈને પણ દર્દીઓમાં રોષ જોવા મળ્યો.

Top Stories Gujarat Others
Sir Mansinghji Hospital: PMJAY કાર્ડ વગર સારવાર નહીં?

Bhavnagar News: પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલમાં (Sir Mansinghji Hospital) દર્દીઓની સારવારને લઈને વિવાદ સામે આવ્યો છે. હોસ્પિટલમાં દર્દીને બોટલ ચડાવવા માટે PMJAY Card ફરજિયાત માંગવામાં આવતું હોવાના આક્ષેપો થતાં દર્દીઓ અને તેમના પરિવારજનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત કેસ કઢાવવા તેમજ દવાઓ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

Sir Mansinghji Hospital: PMJAY કાર્ડ ફરજિયાત હોવાનો આક્ષેપ

હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી PMJAY કાર્ડ ફરજિયાત માંગવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરીને દર્દીને બોટલ ચડાવવાની જરૂરિયાત હોય ત્યારે પણ કાર્ડની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

Sir Mansinghji Hospital: PMJAY કાર્ડ વગર સારવાર નહીં?
Sir Mansinghji Hospital: PMJAY કાર્ડથી લઈને લાંબી લાઈનો સુધી વિવાદ

દર્દીઓ અને પરિવારજનો પરેશાન

હોસ્પિટલમાં કેસ કઢાવવા અને દવાઓ લેવા માટે દર્દીઓ તથા તેમના પરિવારજનોને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડતું હોવાની ફરિયાદો સામે આવી છે. સારવાર માટે હોસ્પિટલ પહોંચેલા દર્દીઓને વિવિધ પ્રક્રિયાઓમાં સમય લાગતા હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપો (Palitana Hospital Controversy) થઈ રહ્યા છે.

સામાન્ય તાવના દર્દીને બે દિવસ દાખલ કર્યાનો આરોપ

સમગ્ર મામલે કેટલાક દર્દીઓ દ્વારા વધુ ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સામાન્ય તાવની ફરિયાદ સાથે આવતા દર્દીને પણ બે દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

Sir Mansinghji Hospital: PMJAY કાર્ડ વગર સારવાર નહીં?
Sir Mansinghji Hospital: હોસ્પિટલમાં સારવાર માટે પણ PMJAY કાર્ડ જરૂરી?

RKSમાં રૂપિયા જમા કરાવવા દાખલ કરાતા હોવાનો આક્ષેપ

દર્દીઓને RKSમાં રૂપિયા જમા કરાવવા માટે દાખલ કરવામાં આવતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ પ્રકારની ફરિયાદોને લઈને હોસ્પિટલની કામગીરી અને દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે સવાલો ઊભા થયા છે. આ સમગ્ર વિવાદ અંગે હોસ્પિટલના અધિક્ષક દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે. અધિક્ષકના જણાવ્યા મુજબ જો કોઈ દર્દી પાસેથી PMJAY કાર્ડ ફરજિયાત માંગવામાં આવતું હોય તો સમગ્ર બાબતની તપાસ કરવામાં આવશે.

તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે

હાલમાં સામે આવેલા આક્ષેપોને લઈને તપાસ થાય ત્યાર બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થઈ શકશે. દર્દીઓની સારવારમાં કોઈ પ્રકારની અડચણ ન આવે અને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ યોગ્ય રીતે મળે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો: PMJAY કાર્ડનું કામ કરતી કંપનીનું માસ્ટર આઈડી ભાડેથી મેળવી શરૂ કર્યું કૌભાંડ : ક્લાયન્ટને બોગસ કાર્ડ આપવા ટેલિગ્રામ-વ્હોટ્સએપ ગ્રુપ બન્યાં

આ પણ વાંચો: 3000 નકલી PMJAY કાર્ડ, બિહારથી ગુજરાતમાં ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ

આ પણ વાંચો: PMJAY કાર્ડમાં કૌભાંડ, માત્ર રૂપિયા 1500માં કાર્ડ બનતું હોવાનું ખ્યાતિકાંડની તપાસમાં ઘટસ્ફોટ