Not Set/ નાયબ મુખ્યમંત્રીના આદિવાસી મુદ્દે નિવેદનથી ગૃહમાં હોબાળો

આદિવાસીઓ મુદ્દે નિતિન પટેલે કરેલા નિવેદનને પગલે વિપક્ષના સભ્યોએ ગૃહમાં હોબાળો કરી આદિવાસી ધારાસભ્યોએ આ મુદ્દે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. 

Top Stories Gujarat Others
– કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોનો વોકઆઉટ
– સરકાર આદિવાસી વિરોધી નિતી ધરાવે છે: કોંગ્રેસ

– કોગ્રેસ જાતિવાદ ફેલાવે છે : નિતિન પટેલ

વિધાનસભામાં વિભાગોની માગણીઓ પરની ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને વિપક્ષના સભ્યો આમને સામને આવી ગયા હતા. આદિવાસીઓ મુદ્દે નિતિન પટેલે કરેલા નિવેદનને પગલે વિપક્ષના સભ્યોએ ગૃહમાં હોબાળો કરી આદિવાસી ધારાસભ્યોએ આ મુદ્દે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
વિધાનસભામાં આરોગ્ય, નર્મદા અને જળ સંપત્તિ, માર્ગ અને માકન વિભાગ સહિતના વિભાગોની માગણીઓ પર ચર્ચા બાદ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે માર્ગ અને મકાન વિભાગનુ વર્ષ 2020-2021નુ રુ.11185 કરોડનું બજેટ રજૂ કર્યુ હતુ. આ બજેટ રજૂ કરતા પહેલા નિતિન પટેલે આરોગ્ય વિભાગની ચર્ચા અંતર્ગત વધી રહેલા કોરોના મુદ્દે વાત કરી હતી. કોરોનાના રાજ્યમાં વધી રહેલા કેસ માટે વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે ત્યારે નિતિન પટેલે ઉલ્લેખ કરતા કહ્યુ કે, મહારાષ્ટ્રમાં ક્યા ક્રિકેટ મેચ રમાઈ હતી તેમ છતાં ત્યાં કેસ વધ્યા છે. મોદી સ્ટેડિયમમાં એકપણ આદિવાસી મેચ જાેવા આવ્યો નહતો તેમ છતાં આદિવાસી વિસ્તારમાં કેસ વધ્યા.
નિતિન પટેલના આદિવાસીઓ માટેના આ નિવેદનથી કોંગ્રેસના શૈલેષ પરમારે સીધો જ વાંધો ઉઠાવ્યો હતો. આ પ્રકારના નિવેદનથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોવાનો મત શૈલેષ પરમારે વ્યક્ત કરતા જ આદિવાસી સમાજના ધારાસભ્યોએ પણ તેમને ટેકો આપી ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. બીજી બાજુ નિતિન પટેલે સતત વિપક્ષને જવાબ આપવાનુ ચાલુ રાખ્યુ હતુ. નિતિન પટેલે વળતો આક્ષેપ કર્યો કે કોંગ્રેસે હંમેશા જાતિવાદ જ ફેલાવ્યો છે. અંગ્રેજાેની ભાગલા પાડો અને રાજ કરોની નિતિ કોંગ્રેસે જાળવી રાખી છે.
આ નિવેદનથી વિપક્ષના સભ્યોએ  વધુ મોટા અવાજે હોબાળો કરતા નિતિન પટેલે મહારાષ્ટ્રના ખંડણી પ્રકરણને યાદ કર્યુ હતુ. તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યુ કે શિખામણ આપવાનો શોખ હોય તો મહારાષ્ટ્રમાં જઈને આપો જ્યાં 100 કરોડ ઉઘરાવવાની વાતો ચાલે છે. મહારાષ્ટ્ર મુદ્દેના આ નિવેદનથી વિપક્ષના સભ્યો વધુ ભડક્યા હતા. જાેકે હોબાળાના અંતે અધ્યક્ષે દરમિયાનગિરી કરતા અંતે હોબાળો શાંત થયો હતો.
આ મુદે કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યુ કે ગૃહમાં નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી વિરોધી વાક્યો વાપર્યા છે. અગાઉ પણ તેઓ આ જ રીતે નિવેદન કરી ચુક્યા છે. સરકાર હંમેશા આદિવાસી વિરોધી નિતી અપનાવે છે. 6000 પ્રાથમિક શાળાઓ બંધ કરી તેમાં પણ સૌથી વધુ આદિવાસી બાળકો ભોગ બન્યા છે. સરકારે વનબંધુ યોજનાના પૈસા અન્ય યોજનામાં નાખી દીધા હોવાનું પણ આનંદ ચૌધરીએ જણાવ્યુ હતુ.