રાજયમાં દિવસેને દિવસે કેસ વધતાં જોવા મળી રહ્યા છે . ત્યારે વધતાં કેસોના લીધે શાળાઓ ને પણ તાળાં પણ લાગી ગયા છે એવા વધતાં કેસો સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 27 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ થઇ રહી છે. મહત્વનું છે કે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ રસીના બંને ડોઝ લીધેલ હોવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે અને વેક્સિન ન લીધી હોય તો તેમને પરીક્ષા આપવા દેવામાં નહિ આવે.
આ પણ વાંચો :Covid-19 Update / ઓમિક્રોનને કોરોનાનું છેલ્લું વેરિઅન્ટ માનવું ખતરનાક સાબિત થઇ શકે છે, WHOએ આપી આ ચેતવણી
ત્યારે વધતાં જતાં કેસો વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં આગામી 27 જાન્યુઆરીથી બીએ,બીકોમ સેમેસ્ટર 3 અને બીએડ સેમેસ્ટર 3 તેમજ એમજેએમસી , બીએ એલએલબી સહીત અલગ અલગ 15 જેટલા કોર્સની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષામાં અંદાજિત 8000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ માટે કોવિડ ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી 40 જેટલા કેન્દ્રો પર પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પરીક્ષામાં નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીને પ્રવેશ ન આપવા મોટો નિર્ણય યુનિવર્સીટી દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :National / CAA પ્રદર્શન દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપનાર શરજીલ સામે રાજદ્રોહનો કેસ
આગામી 27 તારીખથી અલગ અલગ કોર્સની પરીક્ષા શરૂ થાય છે. જેમાં 8000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ માટે 40 જેટલા પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે વિદ્યાર્થીઓએ વેક્સિનનો એક પણ ડોઝ નહિ લીધો હોય તો તેમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહિ. પરીક્ષા કેન્દ્ર પર વેક્સિન સર્ટિફિકેટ ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા સમયે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઇનનું પાલન ફરજીયાત કરવાનું રહેશે.
