Gandhinagar News : તાજેતરમાં આયોજિત પેટા ચૂંટણીમાં 111-ઉમરેઠ બેઠકના નવા ચૂંટાયેલા ધારાસભ્ય (MLA)હર્ષદ ગોવિંદભાઈ પરમારે આજે ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા.
નવા ચૂંટાયેલા ધારાસભ્ય (MLA)હર્ષદ ગોવિંદભાઈ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા

આ શપથ વિધિ સમારોહમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ,વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત કેબિનેટ અને રાજ્ય મંત્રી મંડળના સભ્ય,ધારાસભ્યો (MLA) ઉપસ્થિત રહ્યા હતા.
