Not Set/ નવસારી/ હનુમાનજી મંદિરના કંપાઉંડમાં પુજારીએ વાવ્યો ગાંજો…

નવસારીનાં જલાલપોર વિસ્તારમાં આવેલા પુર્ણેશ્વર ખાતે આવેલા મશાની હનુમાનજી મંદિરના કંપાઉંડમાં ઉગાડેલા ગાંજાનાં છોડવા સાથે મંદિરમાં રહેતા પુજારીને નવસારી એસઓજી પોલીસે બાતમીને આધારે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, નવસારીનાં જલાલપોર વિસ્તારમાં આવેલા પુર્ણેશ્વર નજીકની ગૌશાળા પાસે આવેલા મશાની હનુમાનજી મંદિરનાં કંપાઉંડમાં રહેતા પુજારીએ […]

Gujarat Others

નવસારીનાં જલાલપોર વિસ્તારમાં આવેલા પુર્ણેશ્વર ખાતે આવેલા મશાની હનુમાનજી મંદિરના કંપાઉંડમાં ઉગાડેલા ગાંજાનાં છોડવા સાથે મંદિરમાં રહેતા પુજારીને નવસારી એસઓજી પોલીસે બાતમીને આધારે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, નવસારીનાં જલાલપોર વિસ્તારમાં આવેલા પુર્ણેશ્વર નજીકની ગૌશાળા પાસે આવેલા મશાની હનુમાનજી મંદિરનાં કંપાઉંડમાં રહેતા પુજારીએ ગાંજાનાં છોડ ઉગાડ્યાં છે. જે બાતમીનાં આધારે પોલીસે બુધવારે મોડી સાંજે મશાની હનુમાનજી મંદિરના કંપાઉંડમાં છાપો માર્યો હતો.

જ્યાંથી નશાના ઉપયોગમાં લેવાય એવા છોડ મળી આવ્યા હતા. પોલીસે એફએસએલની મદદથી તપાસ કરતા કંપાઉંડમાં ઉગેલા છોડવાઓ ગાંજાના હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે ઘટના સ્થળેથી ૫૮ હજાર ૧૪૦ રૂપિયાનાં ગાંજાના કુલ ૯ કિલો ૬૯૦ ગ્રામ વજન ધરાવતા ૩૭ છોડવાઓ કબજે કર્યા હતા. જયારે મંદિરમાં રહેતા પુજારી શિવકુમાર ગોપીપ્રસાદ કશ્યપની ગાંજાના ગેરકાયદેસર રીતે છોડવાઓ ઉગાવવા મુદ્દે ધરપકડ કરી જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. આ બાબતે જલાલપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.