Crime/ ગોમતીપુરમાં ફરજ પર બેદરકારી બદલ લોકરક્ષક સામે પોલીસ ફરિયાદ

પોલીસની વર્દીનું ખોટી રીતે દૂરઉપયોગ કરવા બદલ ગોમતીપુરના લોકરક્ષક સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા વિના તેમજ કોઈની પરવાનગી લીધા વગર લોકરક્ષક જવાન નવઘણ ભાઈ મમુભાઈ એકાએક રજા ઉપર જતી હતા અને લોકરક્ષક જવાને એક વાર નહિ આવું અનેક વાર કરતા ઉચ્ચ અધિકારીઓ તેમના આવા વર્તુંણ થી ભારે કંટાળી […]

Ahmedabad Gujarat
1

પોલીસની વર્દીનું ખોટી રીતે દૂરઉપયોગ કરવા બદલ ગોમતીપુરના લોકરક્ષક સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા વિના તેમજ કોઈની પરવાનગી લીધા વગર લોકરક્ષક જવાન નવઘણ ભાઈ મમુભાઈ એકાએક રજા ઉપર જતી હતા અને લોકરક્ષક જવાને એક વાર નહિ આવું અનેક વાર કરતા ઉચ્ચ અધિકારીઓ તેમના આવા વર્તુંણ થી ભારે કંટાળી ગયા હતા. થોડા દિવસ પહેલા પણ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાંથી એક આરોપીને સુરત સબજેલમાં મુકવા જવાની વર્દી આવતા લોકરક્ષક જવાન નવઘણભાઈને સુરત જવાનું ઉપરી અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું. જોકે, લોકરક્ષક જવાને સુરત જવાની ના પાડી દઈને હું નહિ જવ એવું જવાબ આપી દેતા ગોમતીપૂર પોલીસ સ્ટેશનના હેડકોન્ટેબલ વિનોદભાઈ સોમાભાઈએ પોલીસની વર્દીનું ખોટી રીતે દૂર ઉપયોગ કરીને ફરજમાં બેદરકારી દેખાડવા બદલ ગુજરાત પોલીસ એક્ટ ની કલમ 145 મુજબની ફરિયાદ દાખલ કરી હતી.

લોકરક્ષક સામે ફરિયાદ દાખલ થતા ફક્ત ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં જ તેની સમગ્ર શહેરના પોલીસ સ્ટેશનમાં ચર્ચાએ ભારે હવા પકડી હતી. ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલાને ખુબજ ગંભીર માનીને તેની નોંધ લીધી હતી. એટલું જ નહિ હાલ , આ કેસમાં તપાસ ગોમતીપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ટંડેલ દ્વારા ચલાવામાં આવી રહી છે.