અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ(વી.એસ.)નું વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મૃતપાય બનેલી વી.એસ.હોસ્પિટલનું રૂ. 200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019-2020નું વી.એસ.હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રૂ.172 કરોડનું હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં રૂ. 28 કરોડનો વધારો સૂચવાયો છે.
જેમાં રાજ્ય સરકાર પાસેથી રૂ.20 કરોડ અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રૂ. 195 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે. આ બજેટમાં વર્ષ 1931માં શરૂ કરવામાં આવેલી વી.એસ.હોસ્પિટલનું હેરિટેજ બિલ્ડિંગ ઘણું જુનું છે, જેમાં વોર્ડ નંબર 1થી 6 કાર્યરત છે. જેથી આ બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવશે. આ સમગ્ર બિલ્ડિંગના રિનોવેશન પાછળ રૂ.7 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
વી.એસ.હોસ્પિટલની હાલમાં રૂ. 3 કરોડ 33 લાખની આવક છે. જેની સામે સામાન્ય ખર્ચ રૂ.193 કરોડ અને અસામાન્ય ખર્ચ રૂ.7 કરોડ જેટલો થાય છે. જેથી કોર્પોરેશન પાસેથી રૂ.195 કરોડ અને રાજ્ય સરકાર પાસેથી રૂ. 20 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે.
AMTS
તેમજ બપોર બાદ AMTSના મેનેજર દ્વારા AMTSનું વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષના બજેટ કરતા રૂ. 10 કરોડનો વધારો કરી રૂ. 498. 20 કરોડનું બજેટ રજૂ કર્યું છે. તેમજ નવી 100 બસોનો ઉમેરો કરવામાં આવશે. AMTS દ્વારા 100 CNG બસો દોડવાવામાં આવશે. AMTSની 100 જ્યારે 700 બસો કોન્ટ્રાકટની દોડી રહી છે. વર્ષ 2019માં 114 કરોડની આવક થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
