Not Set/ ઉત્તરાયણ નિમિત્તે પોલીસનું જાહેરનામુ પ્રસિદ્ધ , આ કાર્ય નહિ કરી શકો હવે જાહેરમાં….

જાહેર માર્ગ પર દોડી પતંગ નહીં પકડી શકાય  ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકાશે નહીં લોકોની સુરક્ષા માટે કમિશનરનું જાહેરનામુ સુરતમાં ઓવર બ્રીજ પર ટુ વ્હીલર ચલાવી શકાશે નહી ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમદાવાદ  પોલીસ કમિશનરે તકેદારીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત માં ઉત્તરાયણપર્વ દરમિયાન દોરીથી દુર્ઘટનાનું પ્રમાણ વધી રહ્યું છે. જે અંગે સાવચેતીના […]

Ahmedabad Gujarat Surat
  • જાહેર માર્ગ પર દોડી પતંગ નહીં પકડી શકાય 
  • ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકાશે નહીં
  • લોકોની સુરક્ષા માટે કમિશનરનું જાહેરનામુ
  • સુરતમાં ઓવર બ્રીજ પર ટુ વ્હીલર ચલાવી શકાશે નહી

ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમદાવાદ  પોલીસ કમિશનરે તકેદારીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત માં ઉત્તરાયણપર્વ દરમિયાન દોરીથી દુર્ઘટનાનું પ્રમાણ વધી રહ્યું છે. જે અંગે સાવચેતીના પગલા રૂપે અમદાવાદ અને સુરત શહેરના પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

અમદાવાદ

ઉત્તરાયણના તહેવારને લઈને તારીખ 13 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  જાહેરનામા મુજબ કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર કોઇપણ વ્યક્તિને ઇજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહી. અને સાથે જ જાહેરમાર્ગ ઉપર દોડીને પતંગ પકડી શકશે નહીં.

અન્વયે  ઉત્તરાયણનાં તહેવારને અનુસંધાને તા.૧૩/૦૧/૨૦૨૦ થી ૩૧/૦૧/૨૦૨૦ સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર કોઇપણ વ્યક્તિને ઇજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહી કે જાહેર માર્ગ ઉપર દોડી પતંગ પકડો શકશે નહી.

સુરત 

તો સુરત ખાતે વધુમાં પોલીસ કમિશ્નરે જાહેર કર્યું છે કે, આગામી બે દિવસ ૧૪ અને ૧૫ જાન્યુઆરી માટે શહેરના તમામ ઓવર બ્રિજ પર પ્રતિબંધ ટુ  વ્હીલર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  સાથે  જાહેરનામા મુજબ કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર કોઇપણ વ્યક્તિને ઇજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહી. અને સાથે જ જાહેરમાર્ગ ઉપર દોડીને પતંગ પકડી શકશે નહીં. લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી જાહેરનામું  બહાર પાડવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.