Jamnagar News : જામનગર(Jamnagar) ગ્રામ્ય તાલુકા પોલીસ મથકની નજીક થાવરીયા ગામની નજીક આવેલી સરકારી ગૌચરની જમીનમાં સર્વે નં. જૂના 400/પૈકી 26 જેના નવા સર્વે નં. 873 ખાતે દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખનાઓએ 11 વિઘા જમીનમાં અશદ ફાર્મ હાઉસ તથા તાર ફેન્સિંગ કરીને દબાણ કર્યું છે.
દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને સરકારી ગૌચર જમીન પર કબજો જમાવ્યો હતો. દબાણકર્તા પર નવેમ્બર મહિનામાં સીટી એ પોલીસ સ્ટેશનમાં NDPS, બળાત્કાર, આર્મ્સ એક્ટ, તથા પ્રોહીબિસન સહિતના 07 ગુના નોંધાયા છે. આરોપી હજી મળી આવ્યો નથી, તેની શોધખોળ ચાલી રહી છે. પોલીસ આરોપીને શોધીને આગળની કાર્યવાહી કરીને તપાસ કરાશે. હાલમાં જામનગરમાં ગેરકાયદેસર બાંધકામો અને જમીનો પર દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે.
જામનગર (Jamnagar) મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં વધતાં દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. આજે સવારે G. G. HOSPITAL નજીકના સ્થળોથી ગેરકાયદેસર દબાણો અને સામેની તરફ આવેલી દૂકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગે કર્મચારીઓ સાથે રાખીને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં દબાણો હટાવવા જહેમત ઉઠાવી છે.
આ પણ વાંચો: 64 દબાણકારો સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ જામનગરમાં પ્રથમ ગુન્હો નોંધાયો
આ પણ વાંચો: જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું