@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર
જામનગર નજીકના દરેડમાં આવેલી સરકારી જમીનમાં વર્ષોથી ગેરકાયદે દબાણ થઈ ગયા છે. તે દબાણકારોને હટી જવા માટે તંત્રએ સૂચના આપી સાત દિવસની મહેતલ પણ આપી હતી અને અન્યથા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવાની ચિમકી આપી હતી. તે અંતર્ગત મહેતલ પૂરી થતા જ તંત્રવાહકો દરેડ ધસી ગયા હતા. હાલમાં 64 દબાણકારો સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ જામનગરમાં પ્રથમ ગુન્હો નોંધાયો છે.
રાજ્ય સરકારે ગયા વર્ષે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહીબીશન) એક્ટ 2020 પસાર કર્યો છે. જેમાં સરકારી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અથવા તો કોઈપણ વ્યક્તિની માલિકીની જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિને કાયદાકીય રીતે અટકાવી જવાબદારો સામે કડક પગલાં ભરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત જામનગર કલેકટરે જમીન દબાણ અંગે લોકોને અરજી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જામનગર નજીક આવેલા દરેડના મસીતીયા મેઈન રોડ વિસ્તારમાં સર્વે નંબર 131 તથા 132 માં સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું છે તે પ્રકારની અરજી તંત્રને મળવા પામી હતી. અરજી મળતા ચોંકી ઉઠેલા કલેકટર તથા એસપીએ થોડા દિવસ પહેલા દરેડમાં જઈ જાત નિરીક્ષણ કર્યું હતું. જેમાં સર્વે નંબર 131 તથા 132 કે જે જુના સરવે નંબર 26/1 હતા. તે સરકારી જમીનમાં દબાણ થઈ ગયાનો ખૂલ્યું હતું. તેથી તે જમીન ખાલી કરવા અને ત્યાંથી લોકોને હટી જવા માટે જણાવવામાં આવ્યું હતું. તે માટે સાત દિવસની મહેતલ પણ આપવામાં આવી હતી.
મહેતલના દિવસો દરમિયાન કેટલાક આસામીઓએ તે જગ્યામાં પાડતોડ કરવામાં ન આવે તે માટે હાઈકોર્ટનો આશરો લીધો હતો. જેની સુનાવણી મુકર્રર કરવામાં આવી હતી. તે દરમિયાન પંચકોશી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી રેવન્યુ વિભાગનાં અધિકારીએ પોતે ફરિયાદી બની ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ 64 વ્યક્તિ વિરુદ્ધ સરકારી જમીનમાં દબાણ કરવા અંગે ગુન્હો નોંધાવ્યો છે. જેમાં આરોપી તરીકે વિજય જયંતિભાઈ માલાણીનાં નામ સહિતનાં વ્યક્તિઓનો ઉલ્લેખ થયો છે. હાલ મુખ્ય આરોપી વિજયની ધરપકડ કરાઈ છે. અને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે લેન્ડ ગ્રેબીંગ એક્ટ અમલમાં લાવવામાં આવ્યા પછી જામનગરમાં સૌપ્રથમ વખત આ કાયદાનો ઉપયોગ કરી ગુન્હો નોંધાયો છે અને પ્રથમ ગુન્હામાં જ 64 વ્યક્તિઓ સામે કાયદાનો દંડો ઉગામવામાં આવ્યો છે.
Rajkot / 14 વર્ષના થેલેસેમિયા ગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ,પરિવારનો હોબાળો
Surat: મની લોન્ડરિંગ એક્ટ મામલે BJP નેતા PVS શર્માની વધી મુશ્કેલીઓ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

