World News/ વિશ્વના ટોપ-10 અમીરોમાં હવે એક પણ ભારતીય નહીં, અમેરિકન ટેક દિગ્ગજોનો દબદબો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર વૈશ્વિક ટોપ-10 Billionaires ની યાદીમાં એક પણ ભારતીય સામેલ નથી. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીના ક્રમમાં ઘટાડો થયો છે.

international Top Stories World
Billionaires

Global Billionaires List Bloomberg Index: વૈશ્વિક શેરબજારોમાં જોવા મળી રહેલી ભારે ઉથલપાથલની અસર અબજોપતિઓની સંપત્તિ પર પણ પડી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના આંકડા અનુસાર વિશ્વના સૌથી ધનિક 10 લોકોની યાદીમાં હાલમાં એક પણ ભારતીય ઉદ્યોગપતિનું નામ નથી. બીજી તરફ અમેરિકાની ટેકનોલોજી અને બિઝનેસ કંપનીઓ સાથે જોડાયેલા અબજોપતિઓએ ટોપ-10માં મોટાભાગના સ્થાનો પર કબજો જમાવ્યો છે.

ઈલોન મસ્ક સૌથી અમીર

ટેસ્લા, સ્પેસએક્સ અને X સાથે જોડાયેલા ઈલોન મસ્ક લગભગ $341 અબજની (Billionaires)સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. તાજેતરના ઉછાળાને કારણે તેમની સંપત્તિમાં પણ મોટો વધારો નોંધાયો છે.

બીજા નંબરે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ છે, જેમની નેટવર્થ આશરે $214 અબજ છે. મેટાના માર્ક ઝકરબર્ગ $208 અબજ સાથે ત્રીજા ક્રમે છે.

ઓરેકલના લેરી એલિસન ચોથા સ્થાને

ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન લગભગ $195 અબજની(Billionaires) સંપત્તિ સાથે ચોથા ક્રમે છે. લક્ઝરી બ્રાન્ડ LVMHના બર્નાર્ડ આર્નોલ્ટ $172 અબજ સાથે પાંચમા સ્થાને છે. તેઓ ટોપ-10માં સામેલ એકમાત્ર બિન-અમેરિકન ઉદ્યોગપતિ છે.

માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ $162 અબજ સાથે છઠ્ઠા ક્રમે છે. ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ $152 અબજ સાથે સાતમા અને દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ $148 અબજ સાથે આઠમા ક્રમે છે.

ગૂગલ અને માઇક્રોસોફ્ટના દિગ્ગજો પણ ટોપ-10માં

ગૂગલના અન્ય સહ-સ્થાપક સર્ગેઈ બ્રિન લગભગ $145 અબજ સાથે નવમા સ્થાને છે. જ્યારે માઇક્રોસોફ્ટના પૂર્વ CEO અને રોકાણકાર સ્ટીવ બાલ્મર $144 અબજ સાથે દસમા ક્રમે છે.

આ યાદી પરથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક અબજોપતિઓની(Billionaires) ટોચની ક્લબમાં અમેરિકન ટેક કંપનીઓનો કેટલો મોટો પ્રભાવ છે.

અંબાણી-અદાણી ટોપ-10થી કેટલા દૂર?

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડો થતાં તેઓ ટોપ-10થી બહાર છે. મુકેશ અંબાણીની સંપત્તિ ઘટીને આશરે $102 અબજ થઈ હોવાનું જણાવાય છે, જેના કારણે તેઓ 18મા ક્રમે પહોંચ્યા છે.

બીજી તરફ ગૌતમ અદાણીની નેટવર્થ આશરે $98 અબજ સુધી ઘટી હોવાનું કહેવાય છે અને તેઓ 20મા સ્થાનની આસપાસ પહોંચી ગયા છે. ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ અને શેરોમાં થયેલા ઘટાડાની અસર બંને ઉદ્યોગપતિઓની સંપત્તિ પર જોવા મળી છે.


આ પણ વાંચો: અમેરિકા-કેનેડા વેપાર યુદ્ધ વકર્યું, કેનેડાએ 600થી વધુ અમેરિકી વસ્તુઓ પર 50% સુધી ટેરિફ ઝીંક્યો

આ પણ વાંચો:અમેરિકા-ઈરાન યુદ્ધ વધુ ભીષણ, અમેરિકાએ 5 ઈરાની ઓઈલ ટેન્કરો પર અમેરિકાનો હુમલો

આ પણ વાંચો: BRICSમાં ભારતની અધ્યક્ષતાના રશિયાએ કર્યા વખાણ, 90% લેવડદેવડ સ્થાનિક ચલણમાં