Ahmedabad News/ અમદાવાદના ઓઢવમાં ઘરે પાર્ક કારનો રસ્તા પર ચેકિંગનો મેમો? PSI સામે ખોટો મેમો બનાવ્યાનો આક્ષેપ, CCTV તપાસની માગ

અમદાવાદના ઓઢવમાં ઘરે પાર્ક કરેલી કારના મેમો (Car Memo Controversy)ને લઈને ગંભીર આક્ષેપ. ચેતક શાહે PSI દિલીપ પટેલ સામે અરજી કરી સોસાયટી અને પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની તપાસની માગ કરી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Car Memo Controversy: ઓઢવમાં કારના મેમોને લઈને વિવાદ, PSI સામે પોલીસ કમિશનરને અરજી; CCTV તપાસની માગ

Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કારના મેમો (Car Memo Controversy)ને લઈને એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ઘરે પાર્ક કરેલી કારનું પોલીસ દ્વારા ઘરે આવીને ચેકિંગ કરવામાં આવ્યું હોવા છતાં મેમોમાં વાહનનું ચેકિંગ અન્ય સ્થળે થયેલું દર્શાવવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ઓઢવ વિસ્તારમાં રહેતા ચેતક અજિતકુમાર શાહે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને લેખિત અરજી કરી છે.

અરજીમાં ચેતક શાહે ઓઢવ પોલીસ સ્ટેશનના PSI દિલીપ ઈશ્વરભાઈ પટેલ સામે કારનો ખોટો મેમો બનાવવામાં આવ્યો હોવાનો અને સરકારી દસ્તાવેજના દુરુપયોગનો આક્ષેપ કર્યો છે. સાથે જ સમગ્ર ઘટનાની તપાસ માટે સોસાયટી અને પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ ચકાસવાની માગ કરવામાં આવી છે.

Car Memo Controversy: સવારે 11 વાગ્યે PSI ઘરે પહોંચ્યા હોવાનો દાવો

ચેતક શાહે પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે, 5 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે આશરે 11 વાગ્યે PSI દિલીપ પટેલ તેમના ઘરે આવ્યા હતા. અરજી મુજબ PSIએ ચેતક શાહને ઘરની બહાર બોલાવી તેમની કાળા રંગની વર્ના કાર ચેક કરવાની હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કારની ચાવી લઈને વાહનનું ચેકિંગ કરવામાં આવ્યું હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો છે. ચેતકના જણાવ્યા પ્રમાણે કારમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. જોકે, સમગ્ર મામલામાં મુખ્ય સવાલ મેમોમાં દર્શાવવામાં આવેલા ચેકિંગના સ્થળને લઈને ઊભો થયો છે.

કાર ઘરે હતી તો મેમોમાં બીજું સ્થળ કેમ?

અરજદારના જણાવ્યા પ્રમાણે, કાર તેમના ઘરે પાર્ક હતી અને PSI પોતે કારનું ચેકિંગ કરવા ત્યાં આવ્યા હતા. ત્યારબાદ કારને ઓઢવ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં કાર નંબર GJ-27-DM-9456નો મેમો આપવામાં આવ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. ચેતક શાહનો આક્ષેપ છે કે મેમો (Car Memo Controversy)માં વાહન ચેકિંગનું સ્થળ આદિનાથનગર ચાર રસ્તા, ઓઢવ દર્શાવવામાં આવ્યું છે. આ બાબતે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જો વાહન તે સમયે તેમના ઘરે પાર્ક હતું અને ત્યાં જ તેનું ચેકિંગ થયું હતું, તો મેમો (Car Memo Controversy)માં અલગ સ્થળ કેવી રીતે દર્શાવવામાં આવ્યું?

સોસાયટીના CCTV ફૂટેજ મહત્વના પુરાવા હોવાનો દાવો

ચેતક શાહે પોતાની અરજીમાં સોસાયટીના CCTV ફૂટેજનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં PSI ઘરે આવીને કારનું ચેકિંગ કરતા હોવાની સમગ્ર ઘટના રેકોર્ડ થઈ હોવાનો દાવો છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યારબાદ કારને ઓઢવ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. તેથી પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે સોસાયટી અને પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે તો કાર ક્યાં હતી અને તેનું ચેકિંગ ક્યાં કરવામાં આવ્યું હતું તે અંગેની હકીકત સ્પષ્ટ થઈ શકે છે.

‘દંડ ભરીને કાર છોડાવી લેવાનું કહ્યું’

અરજીમાં ચેતક શાહે એવો પણ આક્ષેપ કર્યો છે કે મેમો આપ્યા બાદ તેમને દંડ ભરીને કાર છોડાવી લેવાનું કહેવામાં આવ્યું હતું. અરજદારનો દાવો છે કે કાર ઘરે હોવા છતાં મેમો (Car Memo Controversy)માં ચેકિંગનું સ્થળ અન્ય જગ્યાનું દર્શાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી પાછળ પૈસા પડાવવાનો ઇરાદો હોવાનો પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે. જોકે, આ આક્ષેપો પણ ફરિયાદકર્તા દ્વારા કરવામાં આવ્યા છે અને તેની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે.

અગાઉ મિત્રની બાઈક ડિટેન કર્યાનો પણ ઉલ્લેખ

ચેતક શાહે પોલીસ કમિશનરને કરેલી અરજીમાં અગાઉની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમના મિત્રની બાઈક નંબર GJ-27-TN-9157 ઓઢવ વિસ્તારમાં તેમના ઘરે પડી હતી. આ બાઈક પોલીસ દ્વારા ડિટેન કરીને ઘરેથી લઈ જવામાં આવી હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચેતકે મિલકત સંબંધિત અગાઉના વિવાદ અને પોતાની સામે થયેલી કાર્યવાહીનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે. તેમના મતે અગાઉની ઘટનાઓ અને હાલના મેમો (Car Memo Controversy)ના મુદ્દાને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની તપાસ થવી જરૂરી છે.

પોલીસ કમિશનરને કરી તપાસની માગ

આ સમગ્ર મામલે ચેતક શાહે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં લેખિત અરજી આપી છે.

અરજીમાં મુખ્યત્વે નીચેની બાબતોની માગ કરવામાં આવી છે:

PSI દિલીપ ઈશ્વરભાઈ પટેલ સામે ફરિયાદની તપાસ કરવામાં આવે.

સોસાયટીના CCTV ફૂટેજ મેળવવામાં આવે.

ઓઢવ પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે.

કારના મેમો (Car Memo Controversy)માં દર્શાવેલા ચેકિંગ સ્થળ અને વાસ્તવિક ઘટનાસ્થળની તપાસ કરવામાં આવે.

જો મેમો (Car Memo Controversy) ખોટી વિગતોના આધારે બનાવાયો હોવાનું તપાસમાં સાબિત થાય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.  હવે આ અરજીના આધારે પોલીસ વિભાગ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવે છે અને CCTV ફૂટેજમાં શું સામે આવે છે તેના પર સમગ્ર મામલાની દિશા નિર્ભર રહેશે.


આ પણ વાંચો:શહેર પોલીસે સંખ્યાબંધ વાહન જપ્ત કરી મેમો ફટકાર્યા, RTOમાં દંડ ભરવા ચાલકોની લાંબી લાઈન

આ પણ વાંચો:સુરતમાં પાન મસાલા ખાઈને થુકનારા લોકો સામે કાર્યવાહી, 7 દિવસમાં 88 જેટલા વાહન ચાલકો સામે ઇ મેમો

આ પણ વાંચો:સુરત પોલીસે સાઇકલ ચાલકને ફટકાર્યો મેમો, જાણો સમગ્ર ઘટના…