Ahmedabad News/ શહેર પોલીસે સંખ્યાબંધ વાહન જપ્ત કરી મેમો ફટકાર્યા, RTOમાં દંડ ભરવા ચાલકોની લાંબી લાઈન

RTO કચેરીમાં આવેલા ગરીબ અને મધ્યમવર્ગના લોકો પોલીસથી ત્રાહિ મામ્ પોકારી ચૂક્યા હતા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં ગુનાખોરી વધતાં શહેર પોલીસ દ્વારા કોંબિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેર પોલીસે અલગ અલગ વિસ્તારોમાં રાતના સમયે વાહન ચેકિંગ દરમિયાન અનેક વાહનચાલકોને અટકાવ્યા હતા. ચેકિંગ દરમિયાન અનેક વાહનો જપ્ત કરીને RTOનો મેમો આપવામાં આવ્યો હતો. આ મેમો આપ્યા બાદ વાહનચાલકોને રૂપિયા 500થી લઈને 15,000 સુધીનો દંડ ભરવાનો વારો આવ્યો છે. દંડ ભરવા RTO કચેરીમાં પણ લાંબી લાઈનો લાગી છે. RTO કચેરીમાં આવેલા ગરીબ અને મધ્યમવર્ગના લોકો પોલીસથી ત્રાહિ મામ્ પોકારી ચૂક્યા હતા.

પોલીસે જે લોકોને RTOનો મેમો આપીને વાહન જપ્ત કર્યાં હતાં એ તમામ લોકો પોતાના વાહન છોડાવવા RTOમાં મેમો ભરવા આવ્યા હતા. RTOમાં નોટબંધી જેવી લાંબી લાઈન લાગી હતી. નીચે પાર્કિંગથી લઈને પહેલા માળની સીડી ત્યાંથી બીજા માળની સીડી અને RTO કચેરીની બહાર લાંબી લાઈનમાં લોકો દંડ ભરવા આવ્યા હતા. આ લાઈનમાં ઉભેલા લોકોએ કહ્યું હતું કે અમારા પાસે તમામ ડોક્યુમેન્ટ હતા, માત્ર એક ડોક્યુમેન્ટ ખૂટતું હતું તોપણ પોલીસે RTOનો મેમો આપ્યો હતો. RTOનો મેમો હોવાથી હજારો રૂપિયા દંડ ભરવો પડશે, જ્યારે કારચાલકોને કોઈ દંડ કરવામાં આવતો નથી.

દંડ ભરવા આવેલા હંસાબેન મકવાણાએ જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ અમે દવાખાનેથી હું, મારા પતિ અને મારી દીકરી બાઈક પર ઘરે આવી રહ્યા હતા, ત્યારે રાત્રે 10:30 વાગ્યે પોલીસે અમને રોકી અમારા બાઈકની ચાલી કાઢી લીધી હતી. અને કહ્યું કે તમારી બાઈક ચોરીની છે, ત્યારે અમે કહ્યું કે સાહેબ, અમારી બાઈક ચોરીની નથી. અમારી પાસે લાઇસન્સ અને બીજા કાગળ છે. ગાડીની આરસી બુક ઘરે છે, એ પણ તમને બતાવી દઇએ. અમારું ઘર બાજુમાં હોવાથી અમે બતાવવાનું કહ્યું, પરંતુ સાઈડમાં ગાડી મુકાવી દીધી હતી. મારાં ફેફસાંનું ઓપરેશન કર્યું હોઈ અમે દવાખાનથી પરત આવતાં હતાં. મારી 15 વર્ષની દીકરી ઘેર આરસી બુક લેવા ગઈ હતી. તે લઈને પરત આવી ત્યારે પોલીસે RTOનો મેમો આપી દીધો હતો. પોલીસે અમારી કોઈ વાત સાંભળી નહોતી. અમારા પાસે બધું હતું છતાં અમને મેમો આપી દીધો હતો.

પોલીસે અમારા કોઈ કાગળ જોયા જ નહીં. અમારે કાલે આખો દિવસ બગડ્યો, આજે પણ બગડશે.દંડ ભરવા આવેલા સાબાન નામના યુવકે જણાવ્યું હતું કે અમે નોકરીથી બાઈક પર ટ્રિપલ સવારીમાં આવી રહ્યા હતા. અમને પોલીસે પકડ્યા ત્યારે અમારા ડોક્યુમેન્ટ મે પરિવહનમાં બતાવ્યા હતા છતાં પોલીસે એમ પરિવહનમાં કોઇ ડોક્યુમેન્ટ જોયા જ નહોતા અને અલગ અલગ કલમ હેઠળ આરટીઓનો મેમો આપી દીધો છે, જેથી દંડ ભરવા આજે આરટીઓમાં આવ્યો છું. પોણા કલાકથી હું લાઈનમાં ઊભો છું. મારી આગળ 250થી 300 લોકો લાઈનમાં ઊભા છે.પરેશ નામના યુવકે જણાવ્યું હતું કે મને અસારવા ચોકી પાસે પકડ્યો હતો. મારી પાસે લાઇસન્સ નહોતું. મને પોલીસે આરટીઓનો મેમો આપ્યો હતો. હું સવારે 10 વાગ્યાથી લાઈનમાં ઊભો છું, અત્યારે 200થી 250 લોકોને ટોકન આપવામાં આવ્યાં છે. મારી આગળ પણ અનેક લોકો છે.

હજુ સુધી મને ટોકન આપવામાં આવ્યું નથી. હું રોજ 300થી 400 રૂપિયામાં મજૂરી કરું છું. આજે ત્રણથી ચાર હજાર રૂપિયાનો મેમો ભરવાનો છે. પોલીસ મોટી ગાડીવાળાને પકડતી નથી અને અમારા જેવા નાના માણસોને જ પકડીને મોટા દંડ આપે છે.પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી જે.જે પટેલે જણાવ્યું હતું કે મેન્યુઅલ મેમોના સંજોગોમાં કેશથી પૈસા ભરવા પડે છે. રોજ 50 જેટલા કેસ આવતા હોય છે, અત્યારે અમે રોજના 200થી 250 લોકોને મેમો આપીએ છીએ. આજે 300થી 400ને મેમો ભરાવીશું. અગાઉ 2 ક્લાર્ક અને 1 ઇન્સ્પેક્ટર હતા. અત્યારે અમે 9 ક્લાર્ક અને 3 ઇન્સ્પેક્ટર રાખ્યા છે. તમામ લોકોને પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યો છે, જેમાં વિગત લખવામાં આવી છે. ડોક્યુમેન્ટ ના હોય તેને જ ચલણ બનાવીને આપવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરનાં લાલપુરમાં ખનીજ ચોરી મામલે મામલતદારની કાર્યવાહી

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: સાયલાની ગૌચર જમીનમાંથી રેતીની વ્યાપક ખનીજ ચોરી