Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સીરિયન ગેંગને ઝડપી લઈને તપાસ કરતા ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં અલી મેઘાતે 13 ઓગસ્ટના રોજ હોટલમાં ચેક ઈન કર્યું હોવાનું બહાર આવ્યું છે.તપાસ કરતા હોટલના લોગ બુકમાંથી એન્ટ્રી કરેલ વિગત સામે આવી છે.

એટલું જ નહી અલી દ્વારા લોગ બુકમાં રાષ્ટ્રીયતા ભારતીય બતાવવામાં આવી હોવાનું પણ ખુલ્યું છે. જેમાં અલી મેઘાતે પોતે USAથી આવ્યો હોવાનું અને SAS જવાનો છે તેવી માહિતી દર્શાવી હતી. તે સિવાય પોતે P.I.A.H.A વેપાર કરતો હોય તેવું પણ લખેલ જોવા મળ્યું હતું.
તેના કોન્ટેક્ટ નંબરમાં સાત આંકડાનો ફોન નંબર જોવા મળ્યો હતો.કારણકે સાત આંકડાનો મોબાઈલ નંબર ખુબ જ ઓછા દેશોમાં અમલમાં છે. આ મામલામાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે અને હજી ચોંકાવનારી માહિતી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની તપાસ સંભાળી, બેની ધરપકડ
આ પણ વાંચો:નયનના પેટમાં છરો નહીં, ફિઝિક્સનું સાધન મરાયું હતું, પ્રત્યક્ષદર્શીનો દાવો
આ પણ વાંચો:ગાંધીનગર : પરિવારની સંમતિ વગર થતા લગ્નો બાબતે રજૂઆત
