રાજકોટના મેંગો માર્કેટમાં અચાનક એક ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રકમાં આગ લગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઇટર દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. પરંતુ ટ્રકનો આગળનો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો. ટ્રકમાં આગ ક્યાં કારણોસર લાગી તે અંગે હાલ જાણવા મળ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
