Ahmedabad News/ ગુજરાતીઓ 500થી 600 કરોડનો ફરાળી નાસ્તો આરોગી ગયા

ગુજરાતીઓ પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ અને એકટાણુ વધારે કરતાં હોય છે. આના લીધે આ મહિનામાં ફરાળી નાસ્તાની ખપત વધી જાય છે. તેના લીધે ફરાળી ચેવડો, સાબુદાણા, વેફર, કેળા વેફર સાથેના ફરાળી નાસ્તાનું વેચાણ મોટાપાયા પર વધી જાય છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News:  તમે કોઈને ભોજન આપો ઇશ્વર તમને અનેકગણુ આપશે આ વાત ફૂડ પેકેટ કંપનીઓ માટે સાચી પડી છે.  ગુજરાતીઓ પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ અને એકટાણુ વધારે કરતાં હોય છે. આના લીધે આ મહિનામાં ફરાળી નાસ્તાની ખપત વધી જાય છે. તેના લીધે ફરાળી ચેવડો, સાબુદાણા, વેફર, કેળા વેફર સાથેના ફરાળી નાસ્તાનું વેચાણ મોટાપાયા પર વધી જાય છે. ફરાળી નાસ્તો બનાવતી અગ્રણી કંપનીઓના જણાવ્યા મુજ ગુજરાતમાં શ્રાવણ હજી સોમવારે પૂરો થશે તે પહેલા જ 500થી 600 કરોડ રૂપિયાના લૂઝ અને પેક્ડ ફરાળી નાસ્તાનું વેચાણ થઈ ગયું હોવાનું મનાય છે. આમ ગુજરાતીઓની શ્રાવણ ક્ષુધાએ ફૂડ પેકેટ કંપનીઓને તૃપ્ત કરી દીધી છે.

દેશમાં નાસ્તાનું બજાર આશરે રૂ. 60,000 કરોડનું છે. જેમાં ગુજરાતનો હિસ્સો 20% આસપાસ હોવાનું બજાર નિષ્ણાતો માને છે. રાજ્યનું પેક્ડ સ્નેક્સનું માર્કેટ અંદાજે રૂ. 10 હજાર કરોડનું છે. ગુજરાતમાં વેર્ફ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ વધુ છે અને અહીંથી દેશભરમાં સપ્લાય થાય છે. શ્રાવણ મહિનો હોવાથી ફરાળી નાસ્તાની માગ વધી છે અને તેને ધ્યાનમાં રાખી ઉત્પાદકોએ 20-30% સ્ટોક પણ વધારી દીધો છે.

શ્રાવણમાં ફરાળી આઈટમોમાં ખાસ કરીને બટાકા વેર્ફ્સની માગ સૌથી વધુ રહે છે. આ ઉપરાંત ફરાળી ચેવડો પણ વધુ ખવાય છે. સામાન્ય દિવસોની સરખામણીએ વેફરનું વેચાણ અંદાજે ત્રણ ગણું અને ચેવડાની માગ બમણી થઇ છે. દુકાનોમાં મળતી લુઝ તેમજ પેક્ડ મળીને અંદાજે રૂ. 500થી 600 કરોડની ફરાળી વસ્તુઓનું વેચાણ આ મહિનામાં થઇ ગયુ હોવાનું મનાય છે. આ સાથે જ શ્રાવણ દરમિયાન રૂ. 30-40ના મોટા પેકનું વેચાણ વધુ થયું છે જયારે સામાન્ય દિવસોમાં રૂ. 10ના પેકિંગનું વેચાણ વધુ રહે છે.

વેપારીઓને શ્રાવણ મહિનો આવે એટલે ફરાળી નાસ્તાની માગ વધશે તેનો અંદાજ પહેલાથી જ હોય છે. આથી મોટી બ્રાંડ હોય કે પછી નાની, દુકાનદાર દરેક પ્રકારના લોકોની પ્રોડક્ટ્સની માંગને પહોચી વળવા માટે આગોતરી તૈયારી રૂપે 20-30% વધારે સ્ટોક્સ કરી રાખે છે. ડિસ્ટ્રિબ્યુટર્સ અને રિટેલર્સ પણ એડવાન્સમાં ઓર્ડર બૂક કરાવી દે છે. બીજી તરફ્ બિન ફરાળી નાસ્તાનું વેચાણમાં માસિક ધોરણે વધઘટ થતી હોય તે આ મહિના દરમિયાન સ્થિર રહે છે. સારી માગ હોવા છતાં પેક્ડ નાસ્તાના ભાવમાં કોઈ વધારો થયો ન હોવાથી ઉપવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

શ્રાવણ મહિનામાં ફરાળી નાસ્તાનું માર્કેટ સામાન્ય માર્કેટ કરતાં ત્રીસેક ટકા જેટલું વધી જાય છે. પહેલા લોકો ઘરે ફરાળ બનાવતા હતા પણ હવે લોકો બહારથી લેવાનું વધુ પસંદ કરે છે. પેક્ડ ફૂડમાં લોકોની સગવડતા સાચવી જતી હોવાથી તેની વેચાણ વધુ હોય છે. ઓફ્સિમાં ભૂખ લાગે તો વેફર કે ફરાળી ચેવડાનું પેકેટ ખોલીને લોકો ખાઈ લે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં ભેળસેળ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ સાથે કડક કાર્યવાહીના આદેશ

આ પણ વાંચો: ઘરે બનાવો ફરાળી ઢોકળા, નોંધી લો રેસિપી

આ પણ વાંચો: ફરાળમાં ખાઈ શકાય તેવી તેલ વગર બનતી ચટ્ટાકેદાર વાનગી