ભાવનગર/ શિયાળાની કડકડતી ઠંડીમાં કસરત બુસ્ટર ડોજ સમાન, શહેરીજનો આ રીતે માની રહ્યા છે આનંદ

શરીરને તંદુરસ્તી જાળવામાટે વ્યાયામ ખુબજ જરૂરી છે ત્યારે શિયાળ ની કડકડતી ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ભાવનગર શહેરી જનો શહેરના વિવિધ બગીચાઓમાં વ્યાયામ કરતા અને ચાલતા નજરે પડે છે તેમજ નિરોગી રહેવક ઉકલનું સેવન પણ કરતા હોય છે

Gujarat Others
શિયાળાની

કસરતએ શારીરિક તંદુરસ્તી અને માનસિક રીતના વ્યક્તિઓને ખૂબ જ ઉપયોગી છે ત્યારે શિયાળામાં તાપમાન નીચું હોવાથી અમુક પ્રકારના વાઇરસ એક્ટિવ થઇ જાય છે આવા સમયે શિયાળાની ઋતુના અનેક ફાયદા આપણા સ્વાસ્થ્ય સાથે સીધા જોડાયેલા છે. આહારમાં અનેક પ્રકારની વેરાઇટીઝ મળે છે. વિવિધ શાકભાજી, વસાણાં વિગેરે શરીરને ચુસ્ત અને સ્વસ્થ રાખવા માટે વિશેષ ઉપયોગમાં લેવાય છે. ભોજનની સાથે વિવિધ કસરતો અને શારીરિક વ્યાયામ પર પણ શિયાળામાં વિશેષ ભાર મૂકવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડી માં શહેરીજનો મોર્નિંગ વોક, જોગિંગ, સાઇક્લીંગ, વોકેથોન- મેરેથોન જેવી પ્રતિસ્પર્ધાઓ યોજે છે. એક રીતે જોઈએ તો, શરીરને સ્વસ્થ અને વ્યસ્ત રાખવા માટે શિયાળામાં લોકો સૌથી વધુ પ્રયાસો કરીએ છીએ.

યોગ,પ્રાણાયમ, મોર્નિંગ વોક, જોગિંગ, સાઇક્લીંગ, વોકેથોન- મેરેથોન જેવી શારીરિક કસરતો જીવનમાં ખુબજ ઉપયોગી છે આદિકળ માં ગુરુકુલ માં નિત્ય કસરત અને યોગ કરવામાં આવતા ત્યારે યુગ બદલતા ઘણા લોકો કસરત થી દુર થતા રહિયા છે ત્યારે ભાવનગર ના 84 વર્ષીય લલિતભાઈ 35 વર્ષથી નિત્ય કસરત કરે છે.

જ્યારે કસરત કરવાની વાત આવે છે, ત્યારે ઠંડા દિવસોમાં તમારી જાતને તમારા હૂંફાળું અને આરામદાયક પથારીમાંથી બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કરવું એ પોતે જ એક કાર્ય છે. જો કે, જેઓ વજન ઘટાડવા અને ફિટ થવા ઈચ્છે છે તેઓ પણ કસરત કરતા હોય છે પરંતુ શરીર ની ઘણી એવી બીમારીઓ છે જે કસરત અને યોગ કરવાથી દૂર થાય છે ત્યારે ભાવનગર ના નરેશભાઈ ફતનાણી જેઓ ને હાર્દટેક આવ્યા બાદ પોતે નિત્ય કર્સ્ટ અને પ્રણાયમ કરી ને પોતાની બીમારી ને દૂર કરી છે તેમજ તેના જણાવ્યા મુજબ કસરત કરવાથી માનસિક અને શરીરીક તંદુરસ્તી સાથે મનની કસરત પણ થઈ છે જે ખુબજ જરૂરી છે.

કસરત અને યોગ આમતો ઘણા લોકો નિત્ય દરોજ કરતા હોય છે ત્યારે શિયાળા ની ઋતુ માં કસરત કરવાથી ઘણા ફાયદા છે શિયાળા માં તાપમાન નીચું હોવાથી ઘણા પ્રમાણ માં અનેક વાયરસ એક્ટિવ થતા હોય છે ત્યારે લોકો પણ કસરત કરી ને પોતાનું શરીર તંદુરસ્ત રાખે છે ત્યારે તંત્ર પણ નગરજનો ને કસરત જોગિંગ મટે બગબગીચ માં કરસ્તના સાધનો અને જોગર્સ પાર્ક નું નિર્માણ કર્યું છે ત્યારે શહેર ના મહિલા કોલેજ સર્કલ માં પણ અનેક સાધનો વસાવામાં આવ્યા હતા ત્યારે એની હોવી દુર્દશા થતા સ્થાનિક લોકો મેનેજમેન્ટ નો અભાવ માને છે.

આ પણ વાંચો:‘ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે’, અમિત શાહની ઐતિહાસિક જીત પર ગર્જના

આ પણ વાંચો:સુરતના રાંદેરમાં માનસિક વિકૃત ધરાવતા પતિએ પત્નીને HIV ઇન્જેકશન આપ્યું,પોલીસે પતિની કરી ધરપકડ

આ પણ વાંચો:સુરત ત્રિપલ મર્ડર કેસની તપાસ SITને સોંપાઇ, પોલીસે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું