- રાંદેર વિસ્તારમાં પતિની હેવાનિયત અને ક્રુતા સામે આવી
- શંકાશીલ પતિએ પત્ની HIV પોઝેટીવ યુવકનું લોહીનું ઇંજેકેશન મારીયું
- ચરિત્ર પર શંકા રાખીને પત્નીને મોત ને ઘાટ ઉતારવા માટે HIV પોઝેટીવ યુવકનું લોહીં વારૂ ઇંજેકશન મારીયું
Husband gave HIV injection to wife : માનવીની હેવાનિયત અને ક્રૂતા પરાકાષ્ઠાએ પહોંચી હોવાનો કિસ્સો સુરતના રાંદેરથી સામે આવી રહ્યો છે. શંકાશીલ મનોવૃતિ ધરાવતા પતિએ પત્નીને HIV ઇન્જેકશન આપીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો છે.આ ઇંન્જેકશન બાદ પત્ની બેભાન થઇ ગઇ હતી તેની હાલત ગંભીર થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયારે પત્ની ભાનમાં આવી ત્યારે HIV ઇન્જેકશન અંગેનો ખુલાસો કર્યો હતો. પોલીસે આ મામલે પતિની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં એક માનસિક વિકૃત અને શંકાશીલ સ્વભાવ ધરાવતા વ્યક્તિએ પોતાની પત્ની પર ચરિત્ર પર શંકા રાખતો હતો અને આ સ્વાભાવના લીધે પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે HIV પોઝિટિવ ઇન્જેકશન (Husband gave HIV injection to wife )આપી દીધું હતું જેના લીધે તે બેભાન થઇ ગઇ હતી અને સારવાર અર્થે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યારે પત્ની ભાનમાં આવતાની સાથે સમગ્ર બાબત પર પ્રાકશ પાડ્યો હતો. પતિએ HIV યુવકના લોહીનું ઇન્જેકશન આપી દીધું હતું .આ મામલાની જાણ પોલીસને થતા પોલીસે સત્વરે પતિની ધરપકડ કરી હતી અને પોલીસની પુછપરછમાં પતિએ HIV ઇન્જેકશ આપવાની વાત કબુલી હતી. આ અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.આ માનસિક વિકૃત ધરાવતા પતિ સતત પત્ની પર શંકા કરતો હતો અને ચારિત્ર પર અનેકવાર સવાલો કરતો અને મારઝૂડ પણ કરતો હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પતિએ પૂર્વ પત્ની સાથે બે મહિના પહેલા છૂટાછેડા લીધા હતા ,પતિ શંકર પત્નીને લેવા તેમના ઘરે ગયા હતા અને આલિંગન કરવાના બહાને HIV ઇન્જેકશન મારી દીધું હતું ય આ પત્ની બે સંતાન છે 13 વર્ષનો દિકરો અને 11 વર્ષની દિકરી પણ છે.
આ પણ વાંચો: Surat triple murder/સુરત ત્રિપલ મર્ડર કેસની તપાસ SITને સોંપાઇ, પોલીસે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું