જમ્મુ કાશ્મીર/ વડાપ્રધાનની મુલાકાત પહેલા શ્રીનગરમાં મોટી ઘટના, આતંકવાદીઓએ બે સ્થાનિક મજૂરોને મારી ગોળી

કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે, પરંતુ તેમની મુલાકાત પહેલા ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે

Top Stories India
5 1 9 વડાપ્રધાનની મુલાકાત પહેલા શ્રીનગરમાં મોટી ઘટના, આતંકવાદીઓએ બે સ્થાનિક મજૂરોને મારી ગોળી

કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે, પરંતુ તેમની મુલાકાત પહેલા ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે એટલે કે શુક્રવારે પીએમની મુલાકાત પહેલા આતંકવાદીઓએ શ્રીનગરમાં બે સ્થાનિક મજૂરોને ગોળી મારીને ઘાયલ કર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધ ચાલુ છે.

પોલીસે જણાવ્યું કે બંને મજૂરો બંગાળના રહેવાસી છે. એક કામદારની હાલત અત્યંત ગંભીર છે. જમ્મુ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું છે કે શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોને ગોળી મારીને ઘાયલ કર્યા છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ સિવાય કાશ્મીરમાં આ દિવસે વધુ બે હુમલા થયા છે. પહેલો હુમલો જમ્મુ જિલ્લાના સુંજવાન વિસ્તારમાં થયો હતો. આ અથડામણમાં સુરક્ષાદળોનો એક જવાન શહીદ થયો હતો જ્યારે 4 જવાન ઘાયલ થયા હતા. જ્યારે સુંજવાનમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે CISFના 15 જવાન તેમની મદદ માટે બસમાં જઈ રહ્યા હતા.

આતંકવાદીઓએ આ બસ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો. જ્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરીને બંને આતંકીઓને ઠાર કર્યા હતા. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે પોલીસ અને સુરક્ષા દળોએ એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે કહ્યું કે સુંજવાન આર્મી કેમ્પ પણ આતંકવાદીઓના નિશાના પર હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, PM મોદી 24 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના સાંબામાં પંચાયતી રાજ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.