Not Set/ મુસ્લિમોના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર હોય: પીએમ મોદી

દિલ્હી દિલ્હીમાં ઈસ્લામીક સ્કોલર કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઇસ્લામની સાચી પહેચાન બનાવવામાં જોર્ડનની ભૂમિકાને વર્ણવી ન શકાય. તેને માત્ર અનુભવી શકાય છે. #WATCH Live from Delhi: PM Modi & King Abdullah II of Jordan at Vigyan Bhawan https://t.co/N78mrddEMh— ANI (@ANI) March 1, 2018 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ વિજ્ઞાન ભવનમાં ઇસ્લામિક હેરિટેજ કોન્ફરન્સમાં આતંકવાદ […]

Top Stories
638763713 king 6 મુસ્લિમોના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર હોય: પીએમ મોદી

દિલ્હી

દિલ્હીમાં ઈસ્લામીક સ્કોલર કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઇસ્લામની સાચી પહેચાન બનાવવામાં જોર્ડનની ભૂમિકાને વર્ણવી ન શકાય. તેને માત્ર અનુભવી શકાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ વિજ્ઞાન ભવનમાં ઇસ્લામિક હેરિટેજ કોન્ફરન્સમાં આતંકવાદ પર નિશાન સાંધતા ભારતની બહુરંગી સંસ્કૃતિનો હવાલો આપ્યો. જોર્ડનના કિંગની સામે બોલતા મોદીએ આતંકવાદની વિરૂદ્ધ લડાઇને કોઇ પંથની વિરૂદ્ધ લડાઇ સમજવાની માનસિકતાને ખોટી ગણાવી.

નરેન્દ્ર મોદી અને જોર્ડનના કિંગ અબ્દુલ્લા II અને બિન અલ હુસૈન ગુરુવારે ઇન્ડિયન ઇસ્લામિક સેન્ટરના કાર્યક્રમાં સામેલ થયા, જેમાં બંને નેતાઓને ઇસ્લામિક વિરાસત પર પોતાની વાત રજુ કરી.

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારતની સંસ્કૃતિ જ બહુઆયામી છે અને તેમાં તમામ ધર્મોની ફૂલ્યા-ફાલ્યાની તક મળી છે. પીએમ મોદીએ જૉર્ડનના કિંગને કહ્યું કે તમારું વતન અને અમારો મિત્ર દેશ જૉર્ડન એક એવી પવિત્ર ભૂમિ પર વસેલ છે જ્યાંથી પયંગબરો અને સંતોનો અવાજ દુનિયાભરમાં ગૂંજયો.

તમે સ્વયં વિદ્વાન છો અને ભારતથી સારી રીતે વાકેફ છો. દુનિયાભરના મજહબ અને મત ભારતની માટીમાં વિકસ્યા છે. અહીંની આબોહવામાં જીવન મેળવ્યું અને શ્વાસ લીધા પછી તે ભગવાન બુદ્ધ હોય કે પછી પાછલી શતાબ્દીમાં મહાત્મા ગાંધી હોય. બીજી તરફ અબ્દુલ્લા કહ્યું કે ઇસ્લામમાં નફરતનું કોઈ સ્થાન નથી. આંતકવાદને તેની સાથે ન જોડવું જોઈએ.